તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાણીની આવક:મચ્છુ 3 ડેમ 92 ટકા ભરાયો, હાલ 259 એમસીએફટી પાણી, છેલ્લા 3 દિવસથી મોરબીમાં વરસાદ વરસ્યો

મોરબી14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નીચાણ વાળા ગામને એલર્ટ કરી દેવામાં આવ્યા

મોરબી શહેરમાં છેલ્લા ત્રણ દિવસથી થયેલા વરસાદને પગલે મોરબી નજીક આવેલા મચ્છુ 3 ડેમમાં નવા નીરની આવક થઈ છે.અગાઉથી ડેમ મહદ અંશે ભરેલો હતો, તેમાં આ નવી આવક થતા હાલમાં ડેમ 92 ટકા ભરાયેલો છે અને હવે વરસાદી પાણીની આવક થશે તો ગમે ત્યારે પાણી છોડવામાં આવે તેમ હોવાથી હેઠવાસના ગામોને ચેતવવામાં આવ્યા છે.છેલ્લા બે ત્રણ દિવસથી પડી રહેલા વરસાદને કારણે મચ્છુ – 3 ડેમમાં પાણીની નવી આવક થતા હાલમાં 92 ટકા ડેમ ભરાઇ ગયો છે હાલ ડેમમાં 259 એમસી એફટી પાણી છે, જયારે ડેમની કુલ સપાટી 282 એમસીએફટીએ ઓવરફ્લો થાય છે.

આગામી સમયમાં વરસાદી પાણીની નવી આવક ચાલુ રહે તો ડેમના પાટિયા ખોલી નદીમાં પાણી છોડવામાં આવી શકે છે આ શક્યતાને ધ્યાને લઈ તંત્ર દ્વારા ગોર ખીજડિયા, વનાણીયા, માનસર, નવા સાદુંળકા, જુના સાદુંળકા, રવાપર (નદી), અમરનગર, ગૂંગણ, નવા નાગડવાસ, જુના નાગડવાસ, બહાદુરગઢ, નારણકા, અમરેલી, ધરમપુર સહિતના ગામોને નદીના પટમાં અવરજવર નહિ કરવા અને સાવચેત રહેવા ચેતવણી આપવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...