વિવાદ:પ્રેમ ભાણેજે કર્યો અને ભોગવ્યું મામાએ, 4 શખ્સે માર માર્યો

મોરબી4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રફાળેશ્વર ગામ નજીકનો બનાવ, યુવાન, તેની માતા અને મામાને ધમકી
  • મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી, તમામ આરોપીની શોધખોળ આદરી

મોરબીના રફાળેશ્વર ગામ નજીક આવેલી વેલનાથ સોસાયટીમાં રહેતા એક યુવાનને તેના જ વિસ્તારમાં રહેતી યુવતી સાથે પ્રેમસંબંધ હતો અને પ્રેમ લગ્ન કરવાના હોવાની જાણ યુવતીના પરિવારજનોને થતા તેઓએ યુવકની માતા, યુવક અને મામાને જાનથી મારી નાખવાની ધમકી આપી ઢોર મારમાર્યો હતો. આ બનાવ અંગે તાલુકા પોલીસ દ્વારા ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.

આ બનાવની પોલીસસૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબીના રફાળેશ્વર ગામમાં આવેલી વેલનાથ સોસાયટીમાં રહેતા રાજુભાઈ અવચરભાઈ ધંધુકીયા નામના યુવાનના ભાણેજ સુરેશને દિનેશભાઈ નાનજીભાઈ સાથલીયાની દીકરી સાથે પ્રેમ સંબધ હોય અને તેઓ બંને લગ્ન કરવા હોય જે બાબતે આરોપી દિનેશભાઈને તે સારું નહિ લાગતા તેની દાઝ રાખી દિનેશભાઈ નાનજીભાઈ સાથલયા, પ્રકાશભાઈ, મનુભાઈ, નીલેશભાઈ, દિનેશભાઈ સાથલીયા અને રાજેશભાઈ બારોટે મળી મામા રાજુભાઈ તથા તેમના ભાણેજ સુરેશ તથા તેમની બહેન સાથે બોલાચાલી કરી ગાળો આપી ઢીકા પાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી

તેમજ આરોપી જયપાલ ઉર્ફે લાલો એ પાછળથી આવી ફરિયાદી રાજુભાઈને લાકડી વડે માર મારી સાહેદ જશુબેનને આંગળીઓના ભાગે ઈજા કરી હોવાની ફરિયાદ રાજુભાઈએ મોરબી તાલુકા પોલીસમાં નોધાવી છે તો મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...