તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પેન્ડિંગ કેસનો તાત્કાલિક નિકાલ:મોરબીમાં લોકઅદાલત, 3598 કેસમાં સમાધાન, અલગ અલગ કેસમાં કુલરૂ. 6.70 કરોડ જેટલી રકમનું સેટલેમન્ટ કરાયું

મોરબી19 દિવસ પહેલા
  • કૉપી લિંક
લાંબા અંતરાલ બાદ કોર્ટ ખૂલતા પેન્ડિંગ કેસનો ભરાવો ઘટશે. - Divya Bhaskar
લાંબા અંતરાલ બાદ કોર્ટ ખૂલતા પેન્ડિંગ કેસનો ભરાવો ઘટશે.

મોરબી જિલ્લાની અલગ અલગ અદાલતમાં લાંબા સમયથી પેન્ડિગ રહેલા કેસમાંથી સમાધાન લાયક કેસના ઝડપી નિકાલ થાય અને પક્ષકારોને યોગ્ય અને સમયસર ન્યાય મળે તે માટે સમયાંતરે લોક અદાલતનું આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે શનિવારે પણ રાષ્ટ્રીય કાનૂની સેવા સતા મંડળ અને ગુજરાત રાજ્ય કાનૂની સેવા સતા મંડળના સહયોગથી મોરબી જિલ્લા કાનૂની સેવા સતા મંડળના ચેરમેન,પ્રિન્સીપાલ અને ડિસ્ટ્રિક્ટ જજ એ.ડી.ઓઝાની સુચનાથી મોરબી જિલ્લા કોર્ટ તેમજ માળીયા, વાંકાનેર, હળવદ અને ટંકારા તાલુકામાં ઇ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે.

આ લોક અદાલતમાં અકસ્માતને લગતા કેસ, ફોજદારી સમાધાન લાયક કેસ, નેગોશીયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટ કેસ,લગ્ન સંબંધી ફેમેલી કેસ,મહેસુલ કેસ,ભરણપોષણ કેસ,એલ.એ.આર કેસ,હિન્દૂ લગ્ન ધારો,મજુર અદાલત કેસ,દિવાની કેસ સહિતના કુલ 3598 કેસનો નિકાલ કરવામાં આવ્યો હતો અને પક્ષકારો વચ્ચે કુલ રૂ.6,70,90,420 જેટલી રકમનું સેટલમેન્ટ કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...