મોરબીમાં તસ્કરોનો તરખાટ:ભડિયાદ વિસ્તારમાં એક જ રાતમાં બે મંદિર અને આંગણવાડીના તાળા તૂટ્યા; પોલીસે બનાવ અંગે તપાસ હાથ ધરી

મોરબી11 દિવસ પહેલા
  • કૉપી લિંક

મોરબીના ભડિયાદ વિસ્તારમાં એક જ રાતમાં બે મંદિર અને આંગણવાડીના તાળા તૂટ્યા છે. તસ્કરો બંને મંદિર અને આંગણવાડીમાંથી સામાનની ચોરી કરી ગયા હતા. તસ્કરોએ ત્રણ સ્થળને નિશાન બનાવતાં લોકોમાં રોષ જોવા મળ્યો છે.

ઘંટ અને અન્ય સામાન ચોરી કરી
બનાવની મળતી વિગત મુજબ મોરબીના સામાકાંઠે આવેલ ભડિયાદ રોડ ઉપર આવેલ બૌદ્ધનગર વિસ્તારમાં રાત્રે ચોરીની મળતી વિગત મુજબ આ વિસ્તાર બે મંદિર ઉપરાંત આંગણવાડીને પણ તસ્કરોએ નિશાન બનાવી હતી. જેમાં મોરબીના ભડીયાદ નજીક બૌદ્ધનગરવિસ્તારમાં તસ્કરોએ હનુમાન મંદિર, સરમરિયા દેવના મંદિરના તાળા તોડી મંદિરનો ઘંટ અને અન્ય સામાન ચોરી કરી લઈ ગયા હતા.

રસોઇ બનાવવાના વાસણ ચોરી ગયા
આ ઉપરાંત બૌદ્ધનગર પાસે આવેલ આંગણવાડીમાંથી પણ તસ્કરો રસોઇ બનાવવાના વાસણ ચોરી ગયા હતાં. ચોરીની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને આ બનાવ અંગે તપાસ હાથ ધરી હતી. તો, સ્થાનિકોના મતે પોલીસના આ વિસ્તારમાં કહેવાતાં નાઈટ પેટ્રોલીંગ સામે સવાલ ઉઠ્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...