તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સોશિયલ ડિસ્ટન્સનો આડેધડ ભંગ:મોરબીમાં ઇ-લોકાર્પણ કાર્યક્રમમાં સ્થાનિક નેતાઓ સોશિયલ ડિસ્ટન્સિંગ ભૂલ્યા

મોરબી21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રૂ 27.46 કરોડના ખર્ચે બનેલા જિલ્લા પંચાયત ભવનનું સીએમએ વર્ચ્યુઅલ લોકાર્પણ કર્યું

મોરબીના સો ઓરડી વિસ્તારમાં કલેક્ટર કચેરી પટાંગણમાં ૨૭.૪૬ કરોડના ખર્ચે બનેલા જિલ્લા પંચાયતના નવા ભવનનું વિજયભાઇ રૂપાણીએ ઇ-લોકાર્પણ કર્યું હતું. મોરબી જિલ્લાના ૧૦ લાખ લોકોના હિત માટેની યોજનાઓનો જ્યાંથી અમલ કરાશે એવા મોરબી જિલ્લા પંચાયત ભવનનું લોકાર્પણ કરતાં વિજય રૂપાણીએ કહ્યું હતું કે, લોકોનો સરકાર પ્રતિ વિશ્વાસ વધે અને કર્મચારીઓ સ્ફૂર્તિથી ફરજ બજાવીને સાચા અર્થમાં કર્મયોગીઓ બને એવું આ સુવિધાસભર ભવન રાજ્ય સરકારની મહત્વની યોજનાઓ લોકો સુધી પહોંચાડીને વિકાસનો ધોધ વહેવડાવનારું ભવન બની રહેશે. ‘મારૂં ગામ કોરોનામુક્ત ગામ’નો ઉમદા વિચાર મોરબી જિલ્લાએ આખા રાજ્યને આપ્યો છે, એમ કહીને મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ કહ્યું હતું કે, કોરોનાના કેસો ખૂબ જ વધારે હતા ત્યારે મોરબી જિલ્લાની મુલાકાત દરમિયાન અહીંના યુવાનોના ગામડાઓને સુરક્ષિત રાખવાના પ્રયત્નોની જાણકારી મળી હતી.

આગેવાનો માટે ગાઇડલાઇનમાં છૂટછાટ !!
રાજ્યમાં હજુ કોરોના સંક્રમણને લઈ લગ્ન, સ્મશાનમાં મર્યાદિત લોકોને મંજુરી છે. બજારો ભીડને લઇ રાત્રી કર્ફ્યુ લગાવેલ છે તેવા સમયે મોરબીના જિલ્લા પંચાયત ભવનના લોકાર્પણ વખતે ભાજપના સાંસદો, ધારાસભ્ય, જિલ્લા પંચાયતના હોદેદારો-અધિકારીઓ સહિતની હાજરીમાં લોકાર્પણ થયું હતું. આ લોકાર્પણમાં સોશિયલ ડિસ્ટન્સનો આડેધડ ભંગ થયો હતો.

અન્ય સમાચારો પણ છે...