સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી:મોરબી જિલ્લા કક્ષાનો સ્વાતંત્ર્ય પર્વ વાંકાનેરની અમરસિંહ હાઇસ્કુલ ખાતે યોજાશે

મોરબી5 દિવસ પહેલા
  • કૉપી લિંક

મોરબીમાં કલેક્ટર કચરી ખાતે જીલ્લા કક્ષાનો સ્વાતંત્ર્ય પર્વ અંગે કલેકટરના અધ્યક્ષસ્થાને ભવ્ય ઉજવણીની પૂર્વ તૈયારી માટે કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

બેઠકમાં કાર્યક્રમની રુપરેખા તૈયાર કરવામાં આવી
આ તકે કલેક્ટરે જે.બી.પટેલે માર્ગ અને મકાન વિભાગને ગ્રાઉન્ડ, મંડપ, સ્ટેજની વ્યવસ્થા, ધ્વજ ફરકાવવા માટે પોલ, લાઈટિંગ તેમજ જનરેટરની વ્યવસ્થા તેમજ પરેડ માટે એન.સી.સી., અને.એસ.એસ. તથા મહિલા પોલીસની ટીમ ખાસ રાખવા, વૃક્ષારોપણ તેમજ સુશોભન તથા સ્વચ્છતા જળવાય વગેરે બાબતોની યોગ્ય વ્યવસ્થા કરવા સંબંધિત વિભાગોને સૂચના આપી હતી.

બેઠકમાં જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં
વધુમાં શાળા કોલેજ તેમજ શૈક્ષણિક સંસ્થાઓ, ઔધોગિક સાહસિકો,વેપારીઓ મંડળો, સ્થાનિક અગ્રણીઓ તથા નાગરિકો વધુને વધુ આ કાર્યક્રમનો હિસ્સો બને તેવું આયોજન કરવા વધુમાં તેમણે જણાવ્યું હતું. મોરબી જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી વાંકાનેરની અમરસિંહ હાઇસ્કુલ ખાતે કરવામાં આવશે અને ૨૦૦૦ થી વધુ લોકો આ રાષ્ટ્રીય પર્વના કાર્યક્રમમાં સહભાગી બનશે.સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીની પૂર્વ તૈયારી માટેની આ બેઠકમાં જિલ્લા ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...