વાંકાનેર પંથકમાં દીપડાના આટાફેરા વચ્ચે ગઈકાલે સવારે એક દીપડો પાંજરે પુરાયા બાદ રાત્રીના વાંકાનેર નેશનલ હાઇવે પર અજાણ્યા વાહનના અડફેટે આવી જતાં દીપડાનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. તો આજે સવારે એક વધુ દીપડો પાંજરે પુરાયો હોવાનું વન વિભાગના અધિકારે જણાવ્યું હતુ.
વાંકાનેર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં લાંબા સમયથી દીપડા દેખાઈ દેતા વન વિભાગ એકશનમાં આવ્યું હતું અને દિગ્વિજય નગર ખાતે પાંજરું મુકવામાં આવતા ગઈકાલે વહેલી સવારે એક દીપડો પાંજરે પુરાયો હતો. તો વનવિભાગના આર.એફ.ઓ. પ્રતિક નારોડીયાએ જણાવ્યું હતું કે, મોડી રાત્રે વાંકાનેર નેશનલ હાઇવે ગારીયા ગામ નજીક પર અજાણ્યા વાહનની અડફેટે આવી જતાં એક દીપડાનું મોત નીપજ્યું હોવાની ધટના સામે આવી હતી. ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ઘટનાની જાણ વાંકાનેર ફોરેસ્ટ વિભાગની ટીમને કરતાં તેઓએ પણ દોડી જઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારે આજે વનવિભાગ અધિકારી જણાવ્યું હતું કે, આજે વેહલી સવારે દિગવિજય પ્લોટ વિસ્તારમાંથી વધુ એક દીપડો પાંજરે પુરાયો હોય તેવું જાણવા મળ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.