રહેણાંક વિસ્તારમાં જંગલી પ્રાણી:વાંકાનેરમાં દીપડાએ નીલગાયના બચ્ચા પર હુમલો કર્યો, ગ્રામજનોમાં ભયનો માહોલ

મોરબી6 દિવસ પહેલા
  • કૉપી લિંક

વાંકાનેર તાલુકાના વડસર નજીક દીપડાએ દેખાતા ગ્રામજનોમાં ભય જોવા મળ્યો છે. થોડા દિવસો પૂર્વે પણ દીપડો દેખાયો હતો અને એક દીપડો પાંજરે પુરાયો હતો. ત્યારે હવે ફરી દીપડો દેખાયો છે અને એક નીલગાયના બચ્ચા પર હુમલો કર્યો હતો. જો કે ગ્રામજનોએ નીલગાયના બચ્ચાનો જીવ બચાવી લીધો હતો.

વાંકાનેરના વીડી વિસ્તારમાં દીપડાનો કાયમી વસવાટ છે. અનેક વખત દીપડા દેખાતા ગ્રામજનો સતત ભયના મહોલમાં જોવા મળતા હોય છે. ત્યારે જડેશ્વર રોડ પર વડસર દરગાહ નજીક દીપડો દેખાયો હતો અને દીપડાએ નીલગાયના બચ્ચા પર હુમલો કરી દીધો હતો. ત્યારે નજીકમાં રહેતા માલધારી પરિવારે બચ્ચાની ચીસો સાંભળી આવી જતા દીપડાને ખદેડી દીધો હતો અને નીલગાયના બચ્ચાનો જીવ બચી ગયો હતો. તો વાંકાનેર ફોરેસ્ટ ઓફિસર નરોડીયાનો સંપર્ક કરતા તેઓએ જણાવ્યું હતું કે, આ અંગે ગ્રામજનોએ કોઈ જાણ કરી નથી. જો કે આ વિસ્તારમાં દીપડાનો વસવાટ હોવાથી અવરનવાર જંગલી પ્રાણી દેખાતા હોવાનું જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...