ધમકી:મોરબીની પરિણીતાના પુત્રને ગુમ કરી દેવાની વકીલની ધમકી

મોરબી23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પતિ સામે છૂટાછેડાનો કેસ ચાલતો હતો ત્યારે પ્રેમ પાંગર્યો

મોરબીમાં મહેન્દ્રનગર ગામે રહેતી પરિણીતાએ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં સમજૂતી કરારથી રહેતા વકીલ વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરી છે. જેમાં વકીલ તેને અવાર-નવાર ઢોરમાર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતો હતો અને ‘તારા દીકરાને ગુમ કરીશ નાખીશ’ કહીને પરેશાન કરતો હતો. સમગ્ર મામલે સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં એફઆઈઆર દાખલ થવા પામી છે.

મોરબીમાં મહેન્દ્રનગર ગામે રહેતા રેશમાબેન ગીરીશભાઇ વિડજાના 2008માં ઘાટીલાના ગીરીશભાઇ લાલજીભાઇ વિડજા સાથે લવ મેરેજ થયાહતા , લગ્ન જીવનમાં તેઓને સંતાનમાં પુત્રની પ્રાપ્તિ થઈ.હતી. જો કે કોઈ કારણોસર દંપતિ વચ્ચે અણબનાવ બનતા પાંચેક વર્ષ પહેલા બન્ને અલગ રહેવા લાગ્યા હતા.અને બે વર્ષ પહેલા તેમણે પતિ વિરુદ્ધ મોરબી કોર્ટમા ભરણપોષણનો કેસ કર્યો હતો. જેમાં વકીલ તરીકે રજાક અબાસભાઇ બુખારીને રાખવામાં આવ્યા હતા. કેસ સંદર્ભે બંનેને અવાર નવાર મળવાનું થતુ હતુ અને બન્ને વચ્ચે પ્રેમ સબંધ બંધાયો હતો.

જેથી રજાક બુખાર અવાર નવાર તેમના ઘરે આવતો હતો. 6 મહિના પૂર્વે બંનેની સહમતીથી રાજકોટ ખાતે સમજૂતી કરાર કર્યા હતા.છેલ્લાં થોડાક સમયથી રજાક બુખારીના વર્તનમાં ફેરફાર આવ્યો હતો અને રેશમાબેન સાથે નાની નાની વાતોમાં તે બોલાચાલી અને ઝઘડો કરતો હતો . એવામાં રજાકે રેશમાબેનને ફોન કરીને ગાળો ભાંડી કહ્યું હતું કે, ‘મારી પાસે માણસો છે, તારા દિકરાને ઉપાડી લઇશ તને તથા તારા દિકરાને ઉપાડી ગુમ કરી દઇશ અને ક્યાં જશો કોઇને ખબર પણ નહી પડે’ જેવી ધમકીઓ આપી હતી. જેને પગલે રેશમાંબેનએ સીટી બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ દાખલ કરી હતી

અન્ય સમાચારો પણ છે...