તંત્રનું આયોજન:માળિયાના ગામોની જમીન સૂકી નહીં રહે, કેનાલથી પાણી આપવા રૂ.38 કરોડ મંજૂર

મોરબીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 1500 હેક્ટર જમીનમાં કેનાલ થકી પાણી આપવા આયોજન
  • આગામી 5 વર્ષમાં આ કામગીરી પૂર્ણ કરી દેવાની મંત્રીની ખાતરી

માળીયાના ગ્રામ્ય વિસ્તારોમાં વર્ષોથી કેનાલ નેટવર્ક પાથરી સિંચાઇ માટે પાણી આપવા માગણી કરવામાં આવતી હતી. જો કે લાંબા સમય સુધી તેમની આ માગણી સંતોષાઈ ન હતી.જો કે હવે રાજય સરકાર આ વિસ્તારમાં કેનાલ નેટવર્ક પાથરવા અને પાણી આપવાની અને તેના માટે રૂ.38 કરોડ ફાળવવાની જાહેરાત કરી હતી.

માળીયા તાલુકાની અતિ પછાત તાલુકા તરીકે ગણતરી થાય છે. અહીં ઉદ્યોગો ખાસ વિકસ્યા નથી અને જે છે તેના અપુરતા વિકાસ તેમજ સિંચાઇ માટે પાણી પૂરતા પ્રમાણમાં ન હોવાથી માત્ર ચોમાસુ સિઝનમાં જ પાક લેવા મજબુર બન્યા છે. ખેતી અને સિંચાઇ ન હોવાથી માળિયા તાલુકાના ગામડામાંથી લોકો હિજરત કરવા લાગ્યાં છે. મોટા ભાગના ગામડાં ખાલી થઈ ગયા છે. જે તે સમયે મેરજાએ સિંચાઇના પાણી માળીયા તાલુકાને આપવાના વચન આપ્યા હતા. 5 વર્ષમાં આ વચનો પૂર્ણ ન થતા હોવાની લાગણી માળિયાના ગ્રામ્યમાં ખેડૂતોમાં ફેલાઇ હતી.

ખેડૂતોની નારાજગી દૂર કરવા વવાણીયા ખાતે રામબાઈમાંની જગ્યામાં યોજાયેલા પાટોત્સવમાં સીએમ ભુપેન્દ્ર પટેલની હાજરીમાં મંત્રી મેરજાએ માળીયા મિયાણામાં આગામી 5 વર્ષ સુધીના કેનાલથી સિંચાઇનું પાણી પૂરું પાડવામાં આવશે તેવી જાહેરાત કરી હતી. આ વિસ્તારમાં કેનાલ થકી પાણી મળી રહે તે માટે આગામી દિવસોમાં રૂ.38 કરોડની ફાળવણી કરાશે તેવી જાહેરાત કરી હતી.

આ તકે જણાવ્યું હતું કે આ વિસ્તારના ખેડૂતો પાણીદાર છે પણ વિસ્તારમાં પાણીની તંગી હોવાથી ત્રણેય સીઝનમાં ખેતી થઈ શકતી નથી.નર્મદા થકી માળીયામાં જેમ પીવાના પાણીની સમસ્યા હલ કરવામાં આવી તેવી રીતે આગામી 5 વર્ષમાં 1500 હેકટર જમીનમાં ક્રમશ: કેનાલ થકી સિંચાઇનું પાણી આપવામાં આવશે અને ત્યારબાદ બાકીના ગામડાઓને પણ કેનાલ થકી જોડાશે અને માળિયા પંથકમાં સિંચાઇનું પાણી પૂરું પાડી પાણીની તંગી ભૂતકાળ બનાવશે તેવો વિશ્વાસ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...