મોરબીના લાલાપર ગામ નજીક આવેલ રંગોળી લિમીનેટ નામની ફેકટરીમાં રવિવારે રાત્રે અચાનક કોઈ કારણસર આગ લાગી ગઈ હતી.અને ગણતરીની મિનિટોમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને ફેકટરીમાં ગોડાઉન અને અન્ય મશીનરી સુધી પહોંચી ગઈ હતી. જેમાં લાખોની કિંમતનો માલ સળગવા લાગ્યો હતો.
ઘટનાને પગલે કામ કરતા કર્મચારીઓમાં અફરા તફરીનો માહોલ સર્જાયો હતો અને આગ પર કાબુ લેવા પ્રયાસ કર્યો હતો.જો કે આગ વધુ બેકાબૂ બની જતા મોરબી ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડની બે ટીમ મીની ફાયર બ્રાઉઝર સાથે પહોચી ગઈ હતી અને આગ પર કાબુ મેળવવા પાણીનો મારો ચલાવ્યો હતો. ફાયર જવાનોએ પ્રયાસ બાદ આગ પર કાબુ મેળવી લીધો હતો. જો કે આગ એટલી વિક્રરાળ બની ગઈ હતી કે લાખોની કિંમતનો માલ સામાન અને મશીનરી બળીને રાખ થઈ ગઈ હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.