હળવદ શહેરમાં યુવાનોને રમવા માટે રમત ગમતનું મેદાન નથી. તેમજ વાંચન માટે લાઈબ્રેરીની સુવિધા ના હોવાથી બંને સુવિધાઓ આપવા માટે લેખિત પત્ર લખીને માંગ કરી છે.
શહેરના યુવાનોના ઉજ્જવળ ભવિષ્ય માટે માગ કરવામાં આવી
રાજ્યના પૂર્વ મંત્રી અને ભાજપના પ્રદેશ ઉપપ્રમુખ રાજ્યના રમત ગમત મંત્રી હર્ષભાઈ સંઘવીને પત્ર લખી જણાવ્યું છે કે ભાજપ સૌનો સાથ અને સૌનો વિકાસ સૂત્ર સાથે કાર્ય કરે છે. છેવાડાના માનવી સુધી કલ્યાણલક્ષી યોજનાનો લાભ પહોંચાડીને ઉક્તિને ખરા અર્થમાં સાર્થક કરી બતાવી છે. ત્યારે વડાપ્રધાન યુવાનોને વિવિધ ક્ષેત્રમાં આગળ વધવાની હાકલને સાર્થક કરવા હળવદના યુવાનો ઉત્સુક છે. પરંતુ હળવદમાં રમત ગમતનું મેદાન નથી. જેથી મેદાન ફાળવવામાં આવે તો આર્મી અને પોલીસની ભરતી કરતા યુવાનો, ક્રિકેટ અને ફૂટબોલ જેવી રમત રમીને યુવાનો પારંગતતા હાંસલ કરી શકે છે. જેથી મેદાન માટે માંગ કરી છે.
તેમજ સરકાર દ્વારા બહાર પાડવામાં આવતી વિવિધ વિભાગોની નોકરીની તૈયારી કરતા યુવાનોને યોગ્ય માર્ગદર્શન મેળવવા, સીનીયર સીટીઝન અને બાળકોને શાંત વાતાવરણમાં વાંચન સુવિધા મળે તે માટે એક આધુનિક લાઈબ્રેરીની જરૂરિયાત હોવાથી યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.