તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના બ્લાસ્ટ:મોરબી હોસ્પિટલમાં બેડ ખૂટી પડ્યા, હેલ્થ સેન્ટર અને લેબોરેટરીમાં ટેસ્ટ કિટની તંગી

મોરબી10 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • દિવસેને દિવસે કોરોના પિકચર વિકરાળ બનતું ગયું, તંત્ર સાચા આંક છૂપાવતું રહ્યું, હવે માસ્ક, સોશિયલ ડિસ્ટન્સિંગ અને વેક્સિનેશનની સાવચેતી જ ઉપાય

મોરબી જિલ્લામાં કોરોનાનું સંક્રમણ તેજ ગતિએ આગળ વધી ચુક્યું છે. સ્થિતિ દિવસે દિવસે બદતર થતી જઈ રહી હોય તેમ જિલ્લાના તમામ અર્બન હેલ્થ સેન્ટર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ટેસ્ટિંગ માટે દિવસ થાયને બહાર મોટી સંખ્યામાં લોકોની ભીડ ઉમટી પડે છે.જેમાથી કેટલાક લોકોનો વારો આવે છે. જ્યારે બાકીના નિરાશ થઈ પરત ફરે છે બીજી તરફ સિવિલ હોસ્પિટલ હોય કે ખાનગી તમામ હોસ્પિટલમાં કોવિડ દર્દી માટેના બેડ ખૂટી રહ્યા છે. લોકો હવે રાજકોટ કે આસપાસના જિલ્લામાં સારવાર લેવા મજબુર બન્યા છે.

તંત્ર પણ જાણે સરકાર દ્વારા ઓછા કેસ જાહેર કરવા દબાણ નીચે દિવસના 20થી 25 કેસ જાહેર કરતું હોય પણ સમગ્ર જિલ્લામાં દૈનિક 700થી 900 જેટલા કેસ સામે આવી રહ્યા છે. જિલ્લામાં ટેસ્ટિંગ કીટ પણ ઘટી રહી છે. જેના કારણે રેપીડ ટેસ્ટના બદલે પીએચસીમાં આરટીપીસીઆર ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. જિલ્લામાં દોડતી 17થી વધુ ધન્વંતરી રથમાં 12 વાગ્યા સુધીમાં કીટ પુરી થઈ જતા માત્ર લક્ષણો જોઈ તાવ શરદી તેમજ વિટામિન સી ની ટેબ્લેટ આપી આરામ કરવા સલાહ આપવામાં આવે છે.જિલ્લામાં કોરોના પર સંક્રમણ કાબુમાં લેવા ટેસ્ટિંગ બેથી ત્રણ ગણા વધારવા માગણી ઉઠી છે.

100 કીટ સામે 300 દર્દી આવતા અંતે અંધાધૂંધી
મોરબીના સામાંકાંઠે સોઓરડી વિસ્તારમાં આવેલ અર્બન સેન્ટરમાં 110 ટેસ્ટ કીટ સામે 300 લોકો ઉમટી પડ્યા હતા અને સવારથી લોકો ટેસ્ટ કરવા લાઇનમાં ઉભા રહી ગયા હતા. મોટી સંખ્યા લોકો ઉમટી પડતા અને ટેસ્ટ કીટ ઓછી હોવાથી લોકોમાં ઉહાપોહ મચ્યો હતો. આથી પોલીસને બોલાવવી પડી હતી. પોલીસની પીસીઆર વાન આવીને મામલો થાળે પાડ્યો હતો.

ડોર ટુ ડોર સર્વે શરૂ કરાય તેવી માંગ
મોરબી જિલ્લામાં કોરોનાનું સંક્રમણ ખૂબ તેજ ગતિએ આગળ વધી રહ્યુ છે. તો મિશ્ર ઋતુના કારણે શરદી ઉધરસના કેસ પણ ઘરે ઘરે જોવા મળી રહ્યા છે. આ કારણસર ડોર ટુ ડોર સર્વે કરવામાં આવે તેવી માગણી કરવામાં આવી છે.

ભીડ ઘટાડવા લોકેશન વધારવા જરૂરી
મોરબીમાં જે રીતે કેસ વધી રહ્યા છે તે જોતા આગામી દિવસોમાં કેસ વધે તેવી પૂરેપૂરી સંભાવના છે. અને તેના કારણે લોકો ટેસ્ટ માટે આવશે જેથી તંત્ર દ્વારા ટેસ્ટ કીટ વધારવા તેમજ ટેસ્ટિંગ માટે લોકેશનમાં વધારો કરે તેવી તેમજ અને તેના માટે ટેસ્ટની સંખ્યા વધારે તેવી માંગ ઉઠી છે.

સબ સલામત બતાવવા ઓછા આંકડા બતાવ્યા
મોરબી જિલ્લામાં દૈનિક આવતા કેસના પ્રમાણમાં માત્ર 10 થી 20 ટકા કેસ જ જાહેર કરી રહ્યા છે. સંક્રમણ ખૂબ તેજ ગતિએ આગળ વધી ચુક્યું છે.માત્ર કેસ જ વધ્યા નથી પણ જોખમ પણ વધ્યું છે. માર્ચ મહિના દરમિયાન જ 10 જેટલા દર્દીઓના સારવાર દરમિયાન મોત થયા હતા હાલ જિલ્લામાં કોરોનાના કેસ કાબુમાં રહેવું જરૂરી છે. જોકે તંત્ર જાણે સરકાર પાસે સબ સલામત હોય તેવું ચિત્ર બતાવવા ઓછા કેસ જાહેર કરી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો