તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

12 બાળમજૂર મુક્ત:મોરબી જિલ્લાના સિરામિક એકમમાં શ્રમ વિભાગના દરોડા

મોરબી2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • મોરબી-વાંકાનેર હાઇવે પરની ડ્યુરેઝા સિરામિક એકમમાં પડ્યા દરોડા
 • કાર્યવાહી દરમિયાન ચાઇલ્ડલાઇનની ગાડીને રોકતા ફરજ રુકાવટનો ગુનો

મોરબી વાંકાનેર હાઇવે પર આવેલ ડ્યુરેઝા સીરામીક નામની ફેકટરીમાં બાળ મજુર જોખમી મશીનરીમાં કામગીરી કરતા હોવાની ફરિયાદ મળતા અમદાવાદ અને મોરબીની ચાઈલ્ડ લાઈન ટીમ દ્વારા ફેકટરીમાં દરોડા પાડવામાં આવ્યા હતા અને ફેકટરીમાંથી 12 મજૂરને છોડાવવામાં આવ્યા હતા.તેમજ બાળકોને ફેકટરીમાં કામ પર રાખનાર આરોપીઓ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરી હતી.

મોરબીના ઔધોગિક ઝોનમાં આવેલા સીરામીક, અને અન્ય ફેકટરીમાં 14 વર્ષથી નાની ઉંમરના બાળ મજુરોને કામ પર રાખવા તેમજ 18 વર્ષથી નાની વયના બાળકોને જોખમી મશીનરીમાં કામ પર રાખી બાળ મજુર કાયદાઓનું ફેકટરી માલિકો દ્વારા સરેઆમ ઉલ્લાઘન કરવામાં આવે છે.

આ બાબતે સમયાંતરે શ્રમ વિભાગમાં ફરિયાદ જતી હોય છે તો સ્થાનિક તંત્ર રેંકડી ગલ્લા અને ચા નાસ્તાની દુકાનમાં જઈ ખાના પૂરતી માટે દરોડા પાડી એકલ દોકલ બાળ મજુર છોડાવી કેસ કરી શાંતિથી બેસી જતા હોય છે.બુધવારે અમદાવાદ ચાઈલ્ડ લાઈન દ્વારા મોરબી વાંકાનેર હાઇવે પર આવેલા રાણેકપર ગામ નજીક ડ્યુરેઝા સીરામીકમાં દરોડો પાડ્યો હતો જેમાં ફેકટરીમાં કામ કરતા 12 બાળ મજુરને મુક્ત કરાવ્યા હતા અને ચાઈલ્ડ લાઈન ટીમ દ્વારા હાલમાં બે બાળ શ્રમિકને સાથે રાખી પોલીસ મથકે લઇ જવાની કાર્યવાહી કરતા ચાઈલ્ડ લાઈનની ગાડીને પણ રોકી રાખવામાં આવી હોવાનું ચાઈલ્ડ લાઈન ટિમ દ્વારા જણાવામાં આવ્યુ છે અને આ ગંભીર બનાવ મામલે ફેક્ટરી માલિક વિરુદ્ધ ફરજમાં રુકાવટ સહિતની કલમો મુજબ ગુનો દાખલ કરાવવા માટે વાંકાનેર તાલુકા મથકે દોડી ગયા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો