ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂર્વે જ વાંકાનેર કોંગ્રેસમાં ભંગાણ સર્જાયું હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. શનિવારે વાંકાનેર કુવાડવા વિધાનસભાની બેઠકના ઉમેદવાર જીતુ સોમાણીના સમર્થનમાં સમસ્ત કોળી સમાજની બેઠકમાં મળી હતી.
જેમાં કોંગ્રેસના પ્રભુભાઈ વીંજવાડીયા પૂર્વ ઉપ પ્રમુખ જિલ્લા પંચાયત મોરબી, અલુભાઈ ઉડેશા સરપંચ સરતાનપર, વીંજવાડિયા ભનુભાઈ પૂર્વ સરપંચ ભીમગુડા, મહેશભાઈ અઘારા, સાદુરભાઈ સરાવાડીયા, સહિત પંદર ગામના સરપંચો સાથે દોઢસોથી વધુ કાર્યકર્તાઓ કોંગ્રેસને રામ રામ કરી મોરબી જિલ્લા પ્રભારી પ્રકાશભાઈ સોની, બાબુભાઈ હુંબલ મહામંત્રી જિલ્લા ભાજપ, અરજણભાઈ રબારી વાંકાનેર 67 વિધાનસભા પ્રભારી સહિત આગેવાનોની હાજરીમાં કેસરિયો ધારણ કર્યો હતો.
વાંકાનેર કુવાડવા બેઠક પરના ભાજપના ઉમેદવાર જીતુ સોમાણીના સમર્થનમાં સમસ્ત કોળી સમાજની એક બેઠક માર્કેટચોક નજીક આવેલ શ્રીરામ કોમ્પ્લેક્ષ ખાતે મળી હતી. જેમાં વાંકાનેર શહેર- તાલુકામાંથી આગેવાનો સહિત કોળી સમાજ બહોળી સંખ્યામાં ઉમટી પડ્યો હતો. જે બેઠકમાં આગામી વિધાનસભાની ચૂંટણીમાં સમસ્ત સમાજ એક થઈ કામે લાગી વાંકાનેર કુવાડવા બેઠક પરના ભાજપના ઉમેદવાર સોમાણીને જંગી બહુમતીથી જીતાડવાનો સંકલ્પ કર્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.