વિધાનસભા સંગ્રામ 2022:મોરબી માળિયા બેઠક પર કાંતિલાલનો 5 વાર જીતનો, જયંતીલાલનો 6 વખત હારનો રેકોર્ડ

મોરબી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસ્વીર - Divya Bhaskar
ફાઈલ તસ્વીર
  • 1962થી 1980 સુધી કોંગ્રેસનો દબદબો:1985થી ભાજપે બેઠક કબજે કરી, 1990માં અપક્ષ ઉમેદવાર વિજેતા
  • આ વખતે ચૂંટણીમાં ‘આપ’નો ઉમેરો કોને ફળશે કે કોને નડશે એ સમય કહેશે

મોરબી જિલ્લાની ત્રણેય વિધાનસભા બેઠકમાં સૌથી ચર્ચાસ્પદ એવી મોરબી માળીયા વિધાનસભા બેઠકમાં વર્ષોથી ભાજપા અને કોંગ્રેસ વચ્ચે સીધો જંગ રહેતો હતો. જો કે મોરબી બેઠકમાં પ્રથમવાર ભાજપ, કોંગ્રેસની સાથે સાથે આમ આદમી પાર્ટીએ પણ તેમના ઉમેદવાર મેદાનમાં ઉતાર્યા છે જેથી ત્રિપાંખીયો જંગ જામશે. જેથી આ વખતની ચૂંટણી રસપ્રદ થાય તેવી સંભાવના છે. જો કે અહીં એક રસપ્રદ બાબતની નોંધ લેવી ઘટે કે 1962થી છેક 1980 સુધી અહીં કોંગ્રેસનું શાસન રહ્યું અને બાદમાં ભાજપે કબજે કર્યા પછી આ બેઠક પર એકચક્રી શાસન ભોગવે છે.

આ વિધાનસભા બેઠકમાં 1962થી 1980 સુધી આ બેઠક કોંગ્રેસના દબદબો હતો જેમાં 1962 થી 1967 સુધી મોરબી બેઠકમાં મોરબીના ગાંધી તરીકે જાણીતા ગોકળદાસ પરમાર ધારાસભ્ય હતા, તો 1967 થી 1972 દરમિયાન સ્વરાજ્ય પક્ષ વિ.વિ મહેતા વિજેતા બન્યા હતા. 1972 માં ફરી વાર કોંગ્રેસે બેઠક કબ્જે કરી હતી .અને 1975માં ફરીવાર ચુંટણી થઇ અને ગોકળદસ પરમાર ફરી ધારાસભ્ય બન્યા હતા. ૧૯૮૦માં જીવરાજભાઈ સરડવા વિજેતા બન્યા હતા.

1980 સુધી મોરબી વિધાનસભા બેઠક પર કોંગ્રેસના દબદબો રહ્યા બાદ ભાજપાએ 1985 થી આ બેઠક પોતાના હાથમાં લઈ લીધી અને છેક 2017 સુધી પોતાના હાથમાં રાખી હતી. વચ્ચે 1990માં અપક્ષ ઉમેદવાર અમૃતલાલ અઘારા ધારાસભ્ય રહ્યા હતા. સૌથી મહત્વની વાત એ રહી હતી કે મોરબી બેઠકમાં બીજેપીએ 1985 થી 2017 સુધી ઉમેદવાર તરીકે કાંતિલાલ અમૃતીયા પર જ ભરોસો મૂક્યો હતો. અને સતત 5 ટર્મ સુધી વિજેતા બન્યા હતા અને 5 વખત મોરબી માળીયાના ધારાસભ્ય તરીકે કાંતિલાલ ગાંધીનગર સુધી પહોંચ્યા હતા.

જો કે આ રથને એન્ટી ઈન્કમબન્સી અને પાટીદાર અનામત આંદોલને રોકી દીધો અને કોંગ્રેસના ઉમેદવાર બ્રિજેશ મેરજાએ ધારાસભ્ય બની મોરબી માળીયા બેઠકનું પ્રતિનિધિત્વ કર્યું હતું. જો કે બ્રિજેશભાઈને જાણે કોંગ્રેસનું પદ પસંદ ન પડયું હોય તેમ ધારાસભ્ય અને કોંગ્રેસના સભ્ય પદેથી રાજીનામું આપી ભાજપમાં જોડાયા હતા અને પેટા ચૂંટણીમાં ફરી વિજેતા બની રાજ્ય મંત્રી બન્યા હતા.

ભાજપે આ વખતે બ્રિજેશ મેરજાને રજા આપી ફરીવાર કાંતિલાલ અમૃતિયાને તક આપી છે. બીજી તરફ કોંગ્રેસના ઉમેદવાર જયંતિલાલ જેરાજ પટેલે 6 વાર હારનો સામનો કર્યા બાદ સાતમી વખત વિજેતા બનાવનું સ્વપ્ન જોઈ જંગમાં ઉતર્યા છે. અગાઉ જયંતિ પટેલને 1990, 1995, 1998, 2002, 2007 અને 2020 પેટા ચૂંટણીમાં હારનો સામનો કરવો પડ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...