રાજકારણ:કાંતિલાલે રૂ. 4.90 લાખનો ચૂંટણી ખર્ચ રજૂ કર્યો જયંતીલાલે ‘કરકસર’ કરી, રૂ.10300 જ બતાવ્યા

મોરબી8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મોરબી બેઠક પર કોંગ્રેસના ઉમેદવારનો ખર્ચ આપના ઉમેદવાર કરતાં ચોથાભાગથી પણ ઓછો

વિધાનસભા ચૂંટણીમાં મોરબી માળીયા વિધાનસભા બેઠક પર ભાજપ, કોંગ્રેસ અને આપ તેમજ બસપા જેવા રાજકીય પક્ષો ઉપરાંત 13 બસપા સહિત 17 પક્ષો ચૂંટણી મેદાનમાં છે અને આ ઉમેદવાર ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત છે. ઉમેદવારને રીક્ષા જાહેરાત, સભામાં ચા પાણી મંડપ ભાડા સહિતના ખર્ચ ચૂકવાઈ રહ્યા છે અને ચૂંટણી પંચના આદેશને પગલે ઉમેદવારોએ તેમનો ચૂંટણી ખર્ચ રજૂ કરવાનો રહે છે અને કેટલા દિવસનો કેટલો ખર્ચ થયો તે જાહેર કરવાનું હોય છે. આ જ કામગીરીના ભાગરુપે આજે વિવિધ પક્ષો દ્વારા રજૂ કરવામાં આવેલા ચૂંટણી ખર્ચની માહિતી જાહેર કરવામાં આવી હતી.

જે મુજબ મોરબી માળિયા બેઠકના ભાજપના ઉમેદવાર કાંતિલાલ અમૃતિયાએ રૂ 4,90,460 ખર્ચ રજૂ કયો હતો, તો સામે પક્ષે કોંગ્રેસના ઉમેદવાર જયંતિલાલ જેરાજભાઈ પટેલ દ્વારા માત્ર 10,300 જેટલો જ ચૂંટણી ખર્ચ રજૂ કરાતા ભારે આશ્ચર્ય ફેલાયું છે. મોરબી માળીયામાં ચાલતા કાર્યાલયો, તેમાં મંડપ, ચા પાણી તેમજ મોટા પાયે નાસ્તા સહિતના ખર્ચ આ ઉપરાંત અનેક સ્થળોએ હોર્ડિંગ સહિતનો લાખો રૂપિયાનો ખર્ચ કરાતો હોવા છતાં માત્ર 10 હજાર જ રજૂ કરવામાં આવ્યો છે

જેનાથી આશ્ચર્ય જરૂર થાય! જયંતિભાઈ કરતા આમ આદમી પાર્ટીના ઉમેદવાર પંકજ રાણસરીયાએ ચાર ગણાથી વધુ એટલે કે રૂ 53,465 રજૂ કર્યા છે કોંગી ઉમેદવાર જયંતિભાઈએ રજૂ કરેલો ચૂંટણી ખર્ચ 10 અપક્ષ ઉમેદવારથી માત્ર 300-400 જ વધુ જોવા મળ્યો છે. અપક્ષ ઉમેદવાર ઈકબાલ કટિયાએ રૂ. 10,050, બીજા અપક્ષ ઉમેદવાર ગોપાલ સીતાપરા, હસન મોવર, અકબર જેડા ,શાહમદાર દાઉદશા,આરીફ ખાન મહમદ હુસેન, નિરુપમા મધુ તેમજ જાદવ મહેશભાઈએ રૂ.10,050નો ચૂંટણી ખર્ચ રજૂ કર્યો હતો.

બીએસપી ઉમેદવાર કાસમ સુમરાનો ચૂંટણી ખર્ચ 10,030 રજૂ કરાયો હતો. આ ચૂંટણી ખર્ચ હજુ પ્રથમવારનો છે, હજુ પણ આગામી દિવસોમાં બે વખત ખર્ચે રજૂ કરવાના થશે. જેથી મોટા ભાગના ઉમેદવારના ખર્ચમાં વધારા આવે તેવી સંભાવના નકારી શકાય નહીં. આ તબક્કે જો મંડપ સર્વિસનું ભાડું, ખુરશીઓ અને અન્ય ડેકોરેશનના ભાડાંનો હિસાબ કરવામાં આવે તો આંક ક્યાં જઇને અટકે તે સહુ જાણે જ છે. તેમ છતાં હજુ ઉમેદવારો પાસે થોડો સમય છે ત્યાં સુધીમાં ખર્ચનો આંક વધી શકે.

અન્ય સમાચારો પણ છે...