ભાજપ દ્વારા ઉમેદવારોની યાદી જાહેર:મોરબી માળીયા બેઠક પર કાંતિલાલ અમૃતિયા; ટંકારા-પડધરી બેઠક માટે દુર્લભજી દેથરીયાની ટિકિટ ફાઈનલ

મોરબી19 દિવસ પહેલા

ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થઇ ગયા બાદ તમામ રાજકીય પક્ષો પોતપોતાના ઉમેદવારની પસંદગી કરવામાં જોતરાઇ ગયા છે. ભાજપમાં પણ ઉમેદવારોની પસંદગીને લઇ દિલ્લીમાં ભાજપની કોર કમિટીની બેઠક યોજાઇ હતી. જેને અનુસંધાને ટંકારા પડધરી બેઠક મોરબી જિલ્લા ભાજપ અધ્યક્ષ દુર્લભજી દેથરીયાને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. જ્યારે મોરબી માળીયા બેઠક પર કાંતિલાલ અમૃતિયાનું નામ જાહેર કરવામાં આવ્યું છે.

મોરબી માળીયા બેઠક પર કાંતિલાલ અમૃતિયાની ટિકિટ ફાઈનલ​​​​​​​
​​​​​​​કાંતિલાલ શિવલાલ અમૃતિયા પ્રથમ વખત 1995માં મોરબી ખાતે પાર્ટી કેડરની કમાન સંભાળી અને M.L.A તરીકે ચૂંટાયા હતા. ત્યારથી 2013 સુધી તેઓએ M.L.A તરીકે મોરબીના મતવિસ્તારમાં સેવા આપી હતી. ડિસેમ્બર 2012માં ગુજરાત રાજ્યની ચૂંટણીમાં કાનાભાઈ 5મી વખત ચૂંટાયા હતા. તેમણે મોરબી મત વિસ્તારનું પાંચ વખત પ્રતિનિધિત્વ કર્યું હતું. મોરબી અને આસપાસના લોકો તેમને કાનાભાઈના નામથી જાણીતા છે. તેમણે ખેતી અને ઉદ્યોગ ક્ષેત્રે કામ કર્યું છે.

ટંકારા-પડધરી બેઠક માટે દુર્લભજી દેથરીયા ટિકિટ ફાઈનલ
​​​​​​​દુર્લભજી દેથરીયાની પસંદગી 66- ટંકારા, પડધરી બેઠક માટે થઈ છે. મૂળ તો દુર્લભજી ઉદ્યોગ અને ખેતી સાથે જોડાયેલા છે અને એજ તેનો મૂળ વ્યવસાય છે. ઉલ્લેખનિય છે કે, દુર્લભજી કડવા પાટીદાર છે અને ગત વર્ષે 2017ની ચુંટણીમાં 66-ટંકારા-પડધરી બેઠક પાટીદાર અનામત આંદોલનથી પ્રભાવિત થઈ હતી. ત્યારે આ વખતે દુર્લભજી ભાજપનું ટ્રમ્પ કાર્ડ સાબિત થઈ શકે છે.

કાંતિભાઈ અમૃતિયાના પ્રજાકીય કાર્યોની નિરંતર નોંધ લે છે
ઉલ્લેખનીય છે કે, કાંતિભાઈ અમૃતિયાએ મોરબી જિલ્લામાં લોકનેતાની ઓળખ ધરાવે છે. એવા અનેક પ્રસંગો સામે આવ્યા છે જ્યારે મોરબીના નગરજનોને સહાયની જરૂર પડી છે અને કાંતિભાઈ અમૃતિયા પળવારમાં હાજર થયા છે. તથા લોકોની સમસ્યાનો ઉકેલ લાવવામાં મહત્વની ભૂમિકા અદા કરી છે ત્યારે તેમના પ્રજાકીય કાર્યોને ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ બિરદાવ્યા હતા. એકમાત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ નહીં પરંતુ ભાજપના દિગ્ગજ નેતાઓ પણ કાંતિભાઈ અમૃતિયાના પ્રજાકીય કાર્યોની નિરંતર નોંધ લે છે અને તેમની નેત્રદીપ કામગીરીને વારંવાર વાગોળે છે. મોરબી જિલ્લાની બેઠકો પાટીદાર પ્રભુત્વના લીધે આમેય હાઇ પ્રોફાઇલ બની ગઇ હતી અને તેમાં મોટો સેટબેક એ આવ્યો કે, ભાજપના કાંતિ અમૃતિયા કે જે સતત પાંચ ટર્મથી જીતતા આવ્યા હતા. એ ભાજપની સિક્યોર્ડ બેઠક કોંગ્રેસના ફાળે ગઇ હતી અને કોંગ્રેસના બ્રિજેશ મેરજાએ જીતનો ડંકો વગાડીને પહેલી વાર જીતનું ખાતું ખોલાવ્યું હતું.

દુર્લભજી 2015થી 2019 સુધી મોરબી જિલ્લા ભાજપ કરોબારી સભ્ય બન્યા હતા
​​​​​​​મોરબીના સિમાંડા બહાર પણ દુર્લભજીની નામના થઈ હતી. જેથી તેમની વર્ષ 2006થી 2009 સુધી રાજકોટ જિલ્લા ભાજપ કારોબારીના સભ્ય તરીકે તેમની વરણી થઈ હતી. માત્ર એટલેથી જ ન અટકતા તેમણે 2009થી 2015 સુધી મોરબી તાલુકા ભાજપના પ્રમુખ તરીકે જવાબદારી સુપેરે નિભાવી હતી. વર્ષ 2014માં યોજાયેલી ગત લોકસભા તથા વર્ષ 2014માં યોજાયેલી ટંકારા-પડધરી વિધાનસભાની પેટાચુંટણી બંનેમાં તેમણે ચૂંટણી ઇન્ચાર્જ તરીકે જવાબદારી નિભાવી હતી અને નોંધાપત્ર કામગીરી કરી હતી. વર્ષ 2015માં ભાજપ દ્વારા સંગઠન પર્વની ઉજવણી કરવામાં આવી હતી. એ વખતે તેઓ મોરબી જિલ્લા ઇન્ચાર્જ હતા અને 2015થી 2019 સુધી મોરબી જિલ્લા ભાજપ કરોબારી સભ્ય બન્યા હતા. હાલ તેઓ મોરબી જિલ્લા ભાજપ અધ્યક્ષ તરીકે પક્ષને મજબૂત કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...