સહાય:મહામારીમાં કલા સાધકોની હાલત કફોડી, યંગ ઇન્ડિયા ગ્રુપે રાશનકીટનું વિતરણ કર્યું

મોરબી4 મહિનો પહેલા
  • કૉપી લિંક
રાશનકિટ સાથે આરોગ્ય સેવા દેવાની ખાતરી - Divya Bhaskar
રાશનકિટ સાથે આરોગ્ય સેવા દેવાની ખાતરી
  • લાંબા સમયથી બેરોજગાર કલાકારો માટે સરકાર લાંબાગાળાની યોજના બનાવે તે અત્યંત જરૂરી

સંસ્કૃતિની ધરોહર જાળવી રાખવાનું કામ કરતા દેશના કલાસાધકોની હાલત છેલ્લા બે વર્ષથી કફોડી બની ચુકી છે.કોરોના મહામારીને કારણે વ્યવસાય બંધ થઈ જતા બે વર્ષથી આવક સાવ બંધ થઈ જતા સ્થિતિ અત્યંત દયનિય બની છે. કોવિડ ગાઈડલાઈનની અમલવારીને કારણે જાહેર કાર્યક્રમ.

સમારોહ,લગ્ન પ્રસંગ સહિતના કાર્યક્રમો બંધ થતા ખાસ કરીને નાના -મોટા શહેરોમાં કલાકારોની હાલત કફોડી બની છે, જો કે મોરબીના સેવાભાવી યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા કલાકારોની સ્થિતિ પામી જઈ રાશનકીટનું વિતરણ કરી મદદરૂપ થવા પહેલ કરવાની સાથે કલાકાર મિત્રો માટે આરોગ્યસેવામાં આર્થિક મદદનો પણ કોલ આપવામાં આવ્યો છે.લગ્નપ્રસંગ, નાના મોટા ફંક્શન,લોકડાયરો જેવા આયોજન થકી રોજગારી મેળવતા કલાકારો ઉપર કોરોના મહામારી આફતરૂપ બની છે. લાંબા સમયથી બેકારીની સ્થિતિ ભોગવી રહેલા આ કલાકારો અન્ય કોઈ ધંધો રોજગાર પણ કરી શકતા નથી.

ત્યારે મોરબીના યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા કલાકારોની પ્રવર્તમાન સ્થિતિને નજરમાં રાખી મોરબી જિલ્લામાં વસવાટ કરતા કલાકારોને ફૂલ નહીં તો ફૂલની પાંખડી રૂપે રાશનકીટનું વિતરણ કરવામાં આવ્યું છે.આ ઉપરાંત કલાકાર મિત્રોને આગામી દિવસોમાં હોસ્પિટલ તેમજ અન્ય આરોગ્ય સેવા માટે પણ મદદરૂપ થવાની ખાતરી આપી હતી.

સંસ્કૃતિની ધરોહર જાળવણીનું કાર્ય કરતા કલાકાર મિત્રો માટે કેન્દ્ર - રાજ્ય સરકાર આર્થિક મદદ કરે અને ભવિષ્યમાં આવી સ્થિતિ નિર્માણ થયે લાંબાગાળાની યોજના ઘડી કાઢે તે અંગે ઉચ્ચકક્ષાએ રજૂઆત પણ કરવામાં આવી હોવાનું દેવેનભાઈ રબારીએ અંતમાં જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...