આશરો:બસ ભલે ‘સ્ટોપ’, અમારા માટે સારો આશરો

મોરબી2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સમગ્ર સૌરાષ્ટ્રમાં મેઘ મહેર થઈ છે.  કુદરતે જાણે લીલી ચાદર બિછાવી હોઈ એવું  લાગી રહ્યું છે ત્યારે પશુ ચરાવવા નીકળતા ગોવાળિયા તેમના પશુને આજ પૂરતો ચારો મળી ગયો  હોય તેવું તમામના ચહેરા પરથી લાગી રહ્યું છે. પરંતુ ભારે વરસાદમાં ભીંજાવાની મોજ ન માણવાની ઇચ્છા હોય, તેમ ગોવાળ આ ગાડરુંને ઝાપટાંથી બચાવવા બસસ્ટોપ પર પહોંચી ગયો હતો અને તેના સહારે ગાડરુંએ રાહતનો શ્વાસ લઇ આરામ ફરમાવ્યો હતો. બસો ભલે અત્યારે આવતી ન હોઇ, ગાડરુંને તો સારામાં સારી મોજ અહીં મળી ગઇ. 

અન્ય સમાચારો પણ છે...