બેદરકારી:મોરબીમાં ભારે વાહન પ્રવેશબંધીના બોર્ડ સાથે જ ડમ્પરની જુગલબંધી

મોરબી2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મોરબીનાં મણીમંદિર નજીક પસાર થતા બેઠા પુલનાં રસ્તા પર ભારે વાહનોનાં પ્રવેશ બંધી માટે મુકાયેલા લોખંડની આડશ સાથે એક ડમ્પર ધડાકાભેર અથડાયો હતો. જેમાં ટ્રકનાં બોનેટના ભાગમાં કચ્ચરઘાણ નિકળી ગયો આ ઘટનામાં ટ્રક ચાલકને પણ ઇજા પહોંચી હતી. જો કે આ સમયે અન્ય કોઈ વાહનોની અવર જવર ન હોવાથી મોટી દુર્ઘટના થતા અટકી હતી. મોરબી શહેરનાં કલેકટર કચેરી રોડ, બેઠો પુલ તેમજ કેનાલ રોડ સહિતના રોડ પર તંત્ર દ્વારા બે દિવસ પહેલા ભારે વાહનના પ્રવેશ અટકાવવા લોખંડની આડશ મુકવાની કામગીરી કરવામાં આવી હતી. જો કે તંત્ર દ્વારા અગાઉ આ રોડ પર ભારે વાહનોનાં પ્રવેશ ન કરવા અંગે કોઈ જાણકારી આપતા સૂચન બોર્ડ મુકયા ન હોવાથી ભારે વાહન ચાલકો આવી જતા હોય છે અને અકસ્માત સર્જાય છે.

આ અગાઉ કલેકટર કચેરી પાસે એક ટેમ્પો ત્યાંથી પસાર થતો હતો તે દરમિયાન તેનો ઉપરનો ભાગ લગાવેલી આડશને અડી જતા ટેમ્પો આગળથી ઉંચો થઈ ગયો હતો. અચાનક મુકાયેલી આ આડસ અંગે ટ્રક ચાલક અજાણ હોવાથી ત્યાંથી પસાર થયો અને તેની સાથે ધડાકાભેર અથડાયો હતો. વાહનોની અવર જવર ન હતી જેથી મોટી દુર્ઘટના થતા સહેજમાં ટળી હતી. 

અન્ય સમાચારો પણ છે...