મોરબીમાં ત્રિપલ અકસ્માત:ગુરુનાનક જયંતિ ઉજવી ઘરે જતા જામનગરના ધર્મપ્રેમીઓને અકસ્માત નડ્યો; એકનું મોત

મોરબી21 દિવસ પહેલા
  • કૉપી લિંક

હળવદ તાલુકાના કવાડીયા ગામ નજીક ત્રિપલ અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં ટ્રક, ઇકો કાર અને બસ વચ્ચે જીવલેણ અકસ્માત સર્જાતા એક વૃદ્ધનું મોત થયું હતું. જ્યારે અન્ય લોકોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

ઓવરટેક કરવા જતા અકસ્માત સર્જાયો
આ ત્રિપલ અકસ્માતની પ્રાપ્ત વિગતો અનુસાર ઇકો કારમાં ધ્રાંગધાથી જામનગરનો પરિવાર ગુરુનાનક જયંતિની ઉજવણી કરીને મધરાતના 3:15 વાગ્યાની આસપાસ જામનગર જતો હતો. એ સમયે હળવદ તાલુકાના કવાડીયાના પાટિયા નજીક ઇકો બેફામ ગતિએ આવતા ટ્રકના ચાલકે ઇકો કારને ઓવરટેક કરવા જતા અકસ્માત સર્જાયો હતો. ઇકોના કારના ચાલક 65 વર્ષીય સેજુમલ મૂલચદ જાગીયાણીનું મોત નીપજ્યું હતું.

ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડાયા
જ્યારે આગળ સુરત મુન્દ્રા રૂટની એસ ટી બસ ટ્રાફિકને કારણે રસ્તા પર સાઈડમાં ઉભી હતી. એ વખતે ટ્રકે આગળ જતા રસ્તા પર ઉભેલ એસીટી બસને અડફેટે લીધી હતી. જેથી બસમાં સવાર ડ્રાઇવર અને મુસાફરોને પણ ઇજા પહોંચી હતી. જ્યારે ટ્રક ચાલક ડ્રાઈવર પણ આ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયો હતો. આ ગમખ્વાર અકસ્માતની જાણ થતા હળવદ પોલીસના મનહર પ્રજાપતિ અને યુવરાજસિંહ જાડેજા સહિતનો પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો અને ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડીને કાયદેસરની કામગીરી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...