મોરબીના જાંબુડિયા ગામ નજીક આવેલ સિરામિક ટાઈલ્સના ગોડાઉનમાંથી એક આઈસર ટ્રકમાં સિરામિક ટાઈલ્સની ચોરી થયાની તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ હતી. જે તે સમયે ગોડાઉન અને આસપાસના સીસીટીવી કેમેરામાં કેટલાક શખ્સ આઈસરમાં ટાઈલ્સ ચોરી કરતા હોવાનું સામે આવ્યું હતું.આ અંગે તાલુકા પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ અંગે પોલીસ અલગ અલગ દિશામાં તપાસ ચલાવી રહી હતી.
દરમિયાન તાલુકા પોલીસની ટીમને બાતમી મળી હતી જેના આધારે મહેન્દ્રનગર ગામ નજીક આવેલ જૂની સમર્પણ હોસ્પિટલના પાસે વિપુલનગરના ખાલી પ્લોટમાં એક શખ્સ ટાઈલ્સના મોટા જથ્થા સાથે હોય અને આ ટાઈલ્સ વેચવાની ફિરાકમાં હોય ચોક્ક્સ બાતમીના આધારે મોરબી તાલુકા પોલીસે તપાસ કરતા આરોપી ટાઈલ્સના જથ્થા સાથે મળી આવ્યો હતો જે બાદ પોલીસે ફરીયાદી પાસે જથ્થો વેરીફાઈ કરાવતા તે ચોરી થયેલી ટાઈલ્સ હોવાનું સામે આવતા પોલીસે આરોપી નાથા ઉર્ફે યુવરાજ બહાદુરભાઈ થરેશાને ઝડપી લીધો હતો અને તેની પાસેથી રૂ2.43 લાખની કિમતનો 250 ટાઈલ્સનો સ્લેબ જપ્ત કર્યો હતો.
જો કે આરોપીએ અન્ય ટાઈલ્સ કોને વેચી તે અંગે કોઈ માહિતી આપી ન હતી.પોલીસે કોર્ટમાં રજૂ કરી 5 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા અને આગવી ઢબે પુછપરછ કરતા આરોપીએ રૂ 2.43 લાખની કિંમતની 250 ટાઈલ્સ હળવદ ઘૂટું રોડ ખુલ્લી જગ્યામાં રાખી હોવાની કબુલાત આપતા પોલીસે તમામ ટાઈલ્સ ટ્રક તેમજ મોબાઈલ સહિત રૂ 9.79 લાખનો મુદામાલ જ્પ્ત કર્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.