પરંપરા:નૌકાવિહાર, પાંચ આરતી અને પાંચ થાળ સાથે જળઝીલણી મહોત્સવની ઉજવણી કરાઇ

આટકોટ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
સ્વામી નિત્યસ્વરૂપદાસજીના દિવ્ય સાનિધ્યમાં ઠાકોરજીને જળ ઝીલાવ્યા. - Divya Bhaskar
સ્વામી નિત્યસ્વરૂપદાસજીના દિવ્ય સાનિધ્યમાં ઠાકોરજીને જળ ઝીલાવ્યા.
  • જળઝીલણી એકાદશી નિમિત્તે સરધાર ગામે સ્વામિનારાયણ મંદિરેથી પાલખી યાત્રા નીકળી

ભગવાન સ્વામિનારાયણે તેમજ નંદસંતોએ પ્રવર્તાવેલી ઉત્સવ પરંપરાઓથી આપણા જીવનમાં સદાચાર અને પ્રેમભક્તિની નિર્મળ ભાવનાઓને પોષણ મળતું રહે છે. ભગવાન સ્વામિનારાયણના પદરજથી પાવન થયેલ તીર્થધામ સરધારને આંગણે નૂતન સ્વામિનારાયણ મંદિરથી મહાપ્રસાદીભૂત મીનસરોવર સુધી ખૂબ જ ધામધુમપૂર્વક ડીજેના તાલે નાચતા ગાતા સંતો ભક્તો દ્વારા સરધાર ગામમાં પાલખી યાત્રા કાઢવામાં આવી હતી. જળઝીલણી એકાદશી નિમિત્તે સ્વામી નિત્યસ્વરૂપદાસજીના દિવ્ય સાનિધ્યમાં ઠાકોરજીને જળ ઝીલાવાવનો કાર્યક્રમ યોજાયો.

તે દરમિયાન ઠાકોરજીને સંતો ભક્તો સાથે નૌકા વિહાર કરાવવામાં આવ્યો અને પરંપરા મુંજબ સ્વામી દ્વારા ઠાકોરજીની પાંચ આરતી કરવામાં આવી અને વિવિધ મીઠાઈઓના પાંચ થાળ ધરાવવામાં આવ્યા હતા. આ દિવસે કાકડીના પ્રસાદનું ખુબ માહાત્મ્ય હોય હરિભક્તોને કાકડીનો પ્રસાદ આપવામાં આવ્યો હતો. આ પ્રસંગે રાજકોટ અને સરધાર સહિત આસપાસના ગામના હજારો ભક્તો હાજર રહ્યા હતા. ભારતીય સંસ્કૃતિમાં ભાદરવા સુદ 11 જળઝીલણી તથા પાશ્વ પરિવર્તિની એકાદશીતરીકે પ્રસિદ્ધ છે. ચાતુર્માસ દરમ્યાન પોઢેલા ભગવાન આજના દિવસે પાશ્વ તરફ પોતાનું પડખું ફેરવે છે.

એ નિમિતે આજનો આ અવસર ઉજવવામાં આવે છે. ચોમાસાની ઋતુમાં ભગવાનની કૃપા વરસાદરૂપે વરસે છે જેથી નદી-નાળા છલકાઈ જતા હોઈ છે તેમજ પ્રકૃતિ પણ ખીલી ઉઠે છે. ભગવાને કરેલા ઉપકારનું ઋણ વાળવા સૌ ભક્તો આજે જળઝીલણીનો ઉત્સવ ઉજવે છે. ભક્તો ઠાકોરજીનું પૂજન અર્ચન કરી નદી કે તળાવમાં સ્નાન તથા વિહાર કરાવી ભક્તિ અદા કરે છે. જેને જલઝીલણી ઉત્સવ કહેવામાં આવે છે. આ દિવસે સૌ ભક્તો નિર્જળા એકાદશી કરે છે.

અન્ય સમાચારો પણ છે...