મોરબી તાલુકાના ચાંચાપર ગામ નજીક વોંકળામાંથી યુવાનની હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવવાના પ્રકરણમાં તાલુકા પોલીસે આરોપી યુવકને ઝડપી લીધો હતો.વધુ તપાસ માટે કોર્ટમાં રજૂ કરતા કોર્ટે આરોપીને જેલ હવાલે કરવા આદેશ કર્યો હતો. જે બાદ આરોપીને મોરબી જિલ્લા જેલ હવાલે કર્યો હતો.
મોરબી તાલુકાના ચાચાપર ગામની સીમમાં આવેલા નજીક છેલાની વેણ તરીકે જાણીતા વોંકળામાંથી શનિવારના રોજ રાજન અશોક મિશ્રા નામના એક યુવકની ગળું દબાવી હત્યા કરેલી હાલતમાં લાશ મળી આવી હતી. બનાવમાં તાલુકા પોલીસે રાજેશ પ્રસાદ પાંડેની ફરિયાદ આધારે આરોપી આનંદ મિશ્રા વિરૂદ્ધ ગુનો નોંધી તેની ધરપકડ કરી તેના વિરૂદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.
તપાસમાં જાણવા મળ્યું હતું કે મૃતક પોતાના ઘરના સભ્યોને હેરાન કરતો હોય અને અને તેની જ માતા સાથે બે વાર અભદ્ર વર્તન કરવાની કોશીશ કરી હતી. જેથી મૃતક રાજનને તેના ભાઈ આનંદ અશોક મિશ્રા સાથે પણ ઝઘડો પણ થયો હતો.
અવાર નવાર ભાઈ સાથે ઝઘડાને કારણે આરોપી આનંદ કંટાળી ગયો હોય જેથી ખુદ તેના જ ભાઈ રાજન મીશ્રાને કપડાં વડે ગળા માં ટૂંપો દઈ હત્યા કરી નાખી હતી. બાદમાં પોતાના જ ભાઈને ઉપાડી વોકળાના પાણીમાં કાદવ જેવા ભાગમાં નાખી દીધી હતી તેમજ સાથે સાથે ફરિયાદી રાજેશ પાંડેને પણ ધમકી આપી હતી કે કોઈને આ વાતની જાણ કરશે તો તેને પણ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બનાવમાં પોલીસે આરોપી આનંદની ધરપકડ કર્યા બાદ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો કોર્ટે આરોપીને જેલ હવાલે કરવામાં આદેશ કર્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.