તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:મોરબીમાં યુવકના હત્યા કેસમાં મુખ્ય આરોપી જેલહવાલે, વધુ બેની ધરપકડ

મોરબીએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • મુખ્ય આરોપીને છૂપાવામાં મહિલા સહિત અન્ય અેક શખ્સની મદદગારી

મોરબીના ત્રાજપર ચોકડી નજીક કપડાં લેવા ગયેલા બે મિત્રોને એક શખ્સે નાની બાબતમાં ઝઘડો કરીને છરીના ઘા ઝિંકી દીધા હતા, જેમાં એક યુવકનું મોત થયું હતું. જ્યારે એકને રાજકોટ સારવાર અર્થે ખસેડાયો હતો.આ બનાવમાં આરોપીને ઝડપી એક દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. રિમાન્ડ દરમિયાન આરોપીની પૂછપરછ કરતા બનાવ બાદ આરોપીને છૂપાવામાં મદદ કરનાર એક મહિલા સહિત 2 આરોપીના નામ ખુલતા પોલીસે બન્નેને ઝડપી લીધા હતા. મુખ્ય આરોપીના રિમાન્ડ પૂર્ણ થતાં આજે જિલ્લા જેલ હવાલે કરાયો હતો.

મોરબીના ત્રાજપર નજીક સોમવારે રાત્રે કપડાં ખરીદવા ગયેલા બે યુવકને ત્રાજપરમાં રહેતા શખ્સે છરીના ઘા ઝિંકી દેતા એક અજિત ગોરધનભાઈ પરમાર નામના યુવકનું મોત થયું હતું.તો તેના મિત્રને ગંભીર ઇજા પહોંચી હતી. આ બનાવમાં પોલીસે મંગળવારે રાત્રે એક રમેશ મગાભાઈ ભરવાડને ઝડપી લીધો હતો. અને તેના વિરુદ્ધ એટ્રોસિટી એકટ વિરુદ્ધ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરતા મેજિસ્ટ્રેટ ધ્વારા આરોપીના એક દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા. પોલીસે આરોપીની કરેલી પૂછપરછ દરમિયાન સોમવારે રાત્રે કપડાં લેવા આવેલા આ યુવાન સાથે કોઈ ઓળખ ન હોય પણ તે દિવસે બોલાચાલી થઈ હતી અને વાત વણસી જતા યુવકની હત્યા કરી નાખી હતી. આરોપીની પૂછપરછમાં તેને છૂપાવનાર મહિલા આરોપી જુલિબેન પેથાભાઈ મોરવડિયા, જુલિબેનના જમાઈ કિશન બાબુભાઇ વલિયાની, અને હિતો એમ ત્રણ નામ ખુલ્યા હતા આ બનાવમાં પોલીસે આરોપી જુલિબેન તેમજ કિશનની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી.તો મુખ્ય આરોપી રમેશના રિમાન્ડ પૂર્ણ થતાં જેલ હવાલે કરાયો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો