પઠાણી ઉઘરાણી:મોરબીના વેપારીએ વ્યાજખોરના ત્રાસથી ડેમમાં ઝંપલાવી આપઘાત કર્યાનું ખુલ્યું

મોરબી8 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • કૌટુંબિક ભાઈને વ્યાજે રૂપિયા લેવામાં જામીન થવું ભારે પડ્યું, પત્નીએ ફરિયાદ નોંધાવી

મોરબીના લખધીરવાસમાં રહેતા વેપારી સંજયભાઈ કારીયાએ મચ્છુ-૩ ડેમમાં વહેતા પાણીમાં ઝંપલાવી મોતને વ્હાલું કરી લીધું હતું. આ બનાવની તાલુકા પોલીસે નોંધ કરીને બનાવનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે.

આ બનાવ અંગે તાલુકા પીએસઆઇ કોઠીયાએ જણાવ્યું હતું કે, વેપારીના આપઘાતના બનાવમાં નાણાંની પઠાણી ઉઘરાણી જવાબદાર છે. આ બનાવની મૃતકના પત્નીએ ફરિયાદ નોંધાવી છે.આ બનાવ અંગે મૃતકના પત્ની હેતલબેન સંજયભાઇ કારીયાએ આરોપી પ્રશાંતભાઇ મહેતા સામે ફરિયાદ નોંધાવી હતી જેમાં તેઓએ જણાવ્યું હતું કે પતિએ વચ્ચે રહી કુટુંબી ભાઇ ચિરાગભાઇ પ્રભુદાસભાઇ ભીંડાને પ્રશાંતભાઇ મહેતા પાસેથી ૨૫ લાખ રૂપિયા અપાવેલ હોય. જે રૂપિયા ફરીયાદીના કુટુંબી ભાઇ ચિરાગભાઇ પાછા આપતા ન હોય.

જેથી, આરોપી ફરીયાદીના પતિ પાસે રૂપિયાની ઉઘરાણી કરતા ફરીયાદીના પતિએ 20લાખ રૂપિયા પાછા આપેલ હોય અને ૫ લાખ રૂપિયા આપવાના બાકી હોય.જેથી, આરોપી ફરીયાદીના પતિ પાસે બાકી રહેલ ૫ લાખ અને ૨૫ લાખનું ઉંચુ વ્યાજ મળી 90 લાખ રૂપિયા આપવા બાબતે અવારનવાર ફોન કરી ધાક-ધમકી આપી દબાણ કરી ત્રાસ આપી ફરિયાદીના પતિને મરી જવા મજબુર કર્યાનું જણાવ્યું હતું. બનાવની ફરિયાદ નોંધી વધુ તપાસ તાલુકા પી.એસ.આઇ. વી. કે. કોઠીયા ચાલવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...