આઝાદી કા અમૃત મહોત્સવ:ધ્વજ લેવા, ઘર પર લગાવવામાં લોકો સ્વયં આગળ આવે તે જરૂરી; મેરજા

મોરબી6 દિવસ પહેલા
  • કૉપી લિંક

કેન્દ્ર સરકાર દ્વાર આઝાદીના અમૃત.મહોત્સવ અંતર્ગત દેશભરમાં હર ઘર તિરંગા કાર્યક્રમ યોજવા આહવાન કરાયું છે ત્યારે મોરબી જિલ્લામાં આ અયોજન સુપેરે પાર પડે તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલા આયોજન તેમજ કામગીરી અંગેની સમીક્ષા બેઠકનું આયોજન કરવામાંઆવ્યું હતું. આ તકે, પંચાયત રાજ્યમંત્રી બ્રિજેશ મેરજા ઉપસ્થિત રહ્યા હતા અને આ બેઠક અંગે જણાવ્યું હતું કે, સ્ટીક વગર એક પણ ધ્વજનું વિતરણ કરવામાં ન આવે તેનું ધ્યાન રાખવા જણાવ્યું હતું.

ઉપરાંત ધ્વજ લેવામાં અને ઘર પર લાગાવવામાં લોકો સ્વયં આગળ આવે તે અંગે જાગૃતિ લાવવા ગ્રામ સભાઓમાં આ બાબત પર ભાર મૂકવામાં આવે તથા પ્રભાત ફેરી પણ કરવામાં આવે તેવી સૂચના આપી હતી. મોરબી નગરપાલિકા દ્વારા ઉમિયા સર્કલ પર ૧૦૮ ફૂટ ઊંચા ધ્વજ ફરકાવવાના આયોજન અંગે વિગતો પણ આ તકે મંત્રીએ મેળવી હતી. આ તમામ આયોજનમાં તિરંગાનું સન્માન જળવાય તથા ધ્વજ લગાવવામાં કોઈ સરકારી કચેરી બાકી ન રહી જાય તેનું ખાસ ધ્યાન રાખવા પણ જણાવ્યું હતું.

આ બેઠકમાં મોરબી જિલ્લા કલેક્ટર જે.બી. પટેલ, મોરબી નગરપાલિકા પ્રમુખ કુસુમબેન પરમાર, જિલ્લા વિકાસ અધિકારી પરાગ ભગદેવ, નાયબ પોલીસ અધિક્ષક અતુલ બંસલ, નિવાસી અધિક કલેકટર એન.કે. મુછાર, નાયબ જિલ્લા વિકાસ અધિકારી ઈશિતાબેન મેર તથા ઇલાબેન ગોહિલ સહિતના વહિવટી તંત્રના અધિકારી કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...