આરોપીની સઘન પૂછપરછ:મોરબીમાંથી ચાર મોટરસાયકલ ચોરી કરનાર ઈસમ LCBના હાથે ઝડપાયો; ચોરીના ચાર બાઈક રીકવર કર્યા

મોરબી22 દિવસ પહેલા
  • કૉપી લિંક

મોરબી પંથકમાં વધતા વાહનચોરીના બનાવો બાદ એલસીબી ટીમે બાઈક ચોરી કરનાર ગેંગને ઝડપી લેવા કમર કસી હતી. મોરબીમાંથી ચાર બાઈક ચોરી કરનાર ઈસમને ઝડપી લઈ ચોરીના ચાર બાઈક રીકવર કરવામાં સફળતા મળી છે.

મોરબી એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હતી એ દરમિયાન એક ઇસમ મોરબી ત્રાજપર ચોકડી પાસેથી ચોરીના બાઈક સાથે એક ઇસમ નીકળવાનો હોવાની બાતમી મળતા ટીમે વોચ ગોઠવી હતી. નંબર પ્લેટ વગરના બજાજ ડીસ્કવર બાઈક સાથે પસાર થતા બાઈકના કાગળો માંગતા નહિ હોવાનું જણાવતા સઘન પૂછપરછ ચલાવી હતી. જેમાં આરોપીએ અન્ય ત્રણ બાઈક ચોરી ઇન્દિરાનગર વિસ્તારમાં સંતાડી રાખ્યાની કબુલાત આપી હતી.

જે ચાર બાઈક હસ્તગત કરી પોકેટ કોપ એપ્લીકેશનની મદદથી સર્ચ કરતા બાઈક એ ડીવીઝન અને બી ડીવીઝન પોલીસ મથકની હદમાંથી ચોરી થયાનું ખુલ્યું હતું. જેથી એલસીબી ટીમે આરોપી નવઘણ અમરશી પરમાર કચ્છ વાળાને ઝડપી લીધો હતો. કુલ 73,000ની કિંમતના ચાર મોટરસાયકલ રીકવર કરવામાં આવ્યા છે. જે કામગીરીમાં એલસીબી ઇન્ચાર્જ પીઆઈ કે.જે. ચૌહાણ, પીએસઆઈ એન.એચ. ચુડાસમા, એ.ડી. જાડેજા, પેરોલ ફર્લો સ્કવોડ, ટેકનીકલ ટીમ જોડાયેલ હતી.

અન્ય સમાચારો પણ છે...