રીક્ષા ચોર ઝડપાયો:અમદાવાદમાંથી રીક્ષા ચોરી કરનાર ઇસમને હળવદ પોલીસે ઢવાણા ગામના પાટિયા નજીકથી પકડી પાડ્યો

મોરબી13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે કીમત રૂ 30,000નો મુદામાલ રીકવર કર્યો

હળવદ પોલીસ ટીમે ઢવાણા ગામના પાટિયા નજીકથી ચોરીની રીક્ષામાં ફરતા ઈસમને ઝડપી લીધો હતો. આરોપીએ અમદાવાદ ખાતેથી રીક્ષા ચોરી કરી હોય જે ચોરીની રીક્ષા સાથે ઝડપી લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

શંકાસ્પદ લાગતા રોકીને રીક્ષા ચાલકની સઘન પૂછપરછ કરી
હળવદ પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન ચોરીની રીક્ષા સાથે એક શખ્સ પસાર થવાનો હોવાની બાતમીને પગલે ટીમ વોચમાં હતી. ત્યારે ઢવાણા ગામના પાટિયા નજીકથી ઓટો રીક્ષા જીજે 27 વાય 5505 ધ્રાંગધ્રાથી હળવદ તરફ જતી હતી. જે શંકાસ્પદ લાગતા રોકીને રીક્ષા ચાલકની સઘન પૂછપરછ કરી હતી અને રીક્ષાના કાગળો માંગતા સંતોષકારક જવાબ આપ્યો ના હતો. જેથી પોલીસે પોકેટકોપના માધ્યમથી સર્ચ કરતા રીક્ષા અમદાવાદ શહેરના કાગડાપીઠ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ વિનય સાઈડ કારની દુકાન આગળથી ચોરી થઇ હોવાનું ખુલ્યું હતું. જેથી આરોપીની સઘન પૂછપરછ કરતા ઇસમેં ચોરી કર્યાની કબુલાત આપી હતી. જેના પગલે હળવદ પોલીસે આરોપી વિક્રમ ઉર્ફે હકુ બાબુભાઈ ગોહિલ (ઉં.વ.23) રહે હળવદ ભવાનીનગર ઢોરો વાળાને ઝડપી લઈને ચોરીની રીક્ષા કીમત રૂ 30,000નો મુદામાલ રીકવર કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...