બાઈક ચોર ઝડપાયો:વાંકાનેરની અમરસર ફાટક પાસેથી બાઈક ચોરી કરનારા ઈસમને સીટી પોલીસે ઝડપી પાડ્યો

મોરબી2 મહિનો પહેલા
  • કૉપી લિંક

વાંકાનેર શહેરની અમરસર ફાટક પાસેથી બાઈક ચોરી થયાની પોલીસ ફરિયાદ નોંધાયા બાદ પોલીસ ટીમ એક્શનમાં આવી હતી અને ચોરીના બનાવ મામલે તપાસ ચલાવતાં બાઈક ચોરી કરનાર ઈસમને દબોચી લઈને ચોરી થયેલ બાઈક રીકવર કરવામાં સફળતા મળી છે.

ચોરી થયેલું બાઈક રીકવર કરવામાં પોલીસને મળી સફળતા
વાંકાનેર સીટી પોલીસ મથકમાં બાઈક જીજે 36 એ 1855 અમરસર ફાટક પાસેથી ચોરી થયાની ફરિયાદ નોંધાઈ હતી. જે ફરિયાદને પગલે સીટી પોલીસ ટીમ તપાસમાં હોવાથી દરમિયાન ટેકનીકલ સોર્સ અને હ્યુમન સોર્સિસથી માહિતી મળતાં આરોપી આકિબ આબિદ કડીવાર (ઉ.વ.22) રહે. પીપળીયારાજ તા. વાંકાનેર વાળાને ઝડપી લઈને ચોરી થયેલી બાઈક કિંમત રૂ. 20 હજારવાળું રીકવર કરવામાં આવ્યું છે.

આ કામગીરીમાં વાંકાનેર સીટી પીઆઈ કે એમ છાસીયા, યશપાલસિંહ પરમાર, હરદીપસિંહ ઝાલા, હરપાલસિંહ પરમાર, દિવ્યરાજસિંહ ઝાલા, કૃષ્ણરાજસિંહ ઝાલા, ધર્મરાજભાઈ ગઢવી અને પ્રતિપાલસિંહ વાળા સહિતની ટીમ જોડાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...