• Gujarati News
  • Local
  • Gujarat
  • Morbi
  • Isam, Who Had Been On The Run For Two And A Half Years, Was Caught In The Vehicle Accident Case In Morbi; Carried Out The Operation Under The Guidance Of PI

LCBની સફળ ટ્રેપ:મોરબીમાં વાહન અકસ્માતના ગુનામાં અઢી વર્ષથી નાસતો ફરતો ઇસમ પકડાયો; PIના માર્ગદર્શન હેઠળ ઓપરેશન પાર પાડ્યું

મોરબીએક મહિનો પહેલા
  • કૉપી લિંક

મોરબીમાં વાહન અકસ્માતના ગુનામાં સંડોવાયેલ ઇસમ છેલ્લા અઢી વર્ષથી નાસતો ફરતો હતો. જે આરોપીને મોરબી LCB/પેરોલ ફર્લો સ્કવોડ ટીમે વાંકાનેરના માટેલ નજીકની ફેકટરીમાંથી ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

એસીકોન કંપનીમાં ટ્રક લઈને માલ લોડીંગ કરવા આવ્યો
રાજ્યમાં નાસતા ફરતાં આરોપીને ઝડપી લેવા મોરબી LCB PIના માર્ગદર્શન હેઠળની LCB/પેરોલ ફ્ફર્લો સ્કવોડ ટીમ પેટ્રોલિંગમાં હોઈ તે દરમિયાન મોરબી તાલુકા પોલીસ મથકમાં અકસ્માતના ગુનામાં આરોપી રોહનકુમાર યાદવ (મૂળ બિહારી) જે વાંકાનેર તાલુકાના માટેલ રોડ પર એસીકોન કંપનીમાં ટ્રક લઈને માલ લોડીંગ કરવા આવ્યો હોવાની બાતમી મળતાં LCB ટીમે કંપનીમાં તપાસ કરી હતી. આરોપી રોહનકુમાર ઉર્ફે શત્રુધ્ન જગન યાદવ (ઉ.વ.27) હાલ ગાંધીધામ રહેતો. તેને ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...