• Gujarati News
  • Local
  • Gujarat
  • Morbi
  • Isam Was Caught Selling English Liquor From A Hotel Near Sokhda In Morbi; Police Rs. 48 Bottles Worth 31,725 Were Seized And Investigation Was Conducted

બૂટલેગરનો પર્દાફાશ:મોરબીના સોખડા નજીક હોટેલમાંથી ઈંગ્લીશ દારૂ વેચતો ઇસમ ઝડપાયો; પોલીસે રૂ. 31,725ની 48 બોટલ નંગ જપ્ત કરી તપાસ હાથ ધરી

મોરબી9 દિવસ પહેલા
  • કૉપી લિંક

મોરબી તાલુકાના સોખડા ગામના પાટિયા નજીક આવેલી હોટેલમાં રહેતો રાજસ્થાની શખ્સ હોટેલમાં ઈંગ્લીશ દારૂ રાખી વેચાણ કરતો હતો. જેથી સ્થળ પર દરોડો કરી પોલીસે ઈંગ્લીશ દારૂની 48 બોટલ જપ્ત કરી આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી એલસીબી ટીમ વિધાનસભા ચુંટણીને ધ્યાનમાં રાખીને સતત પેટ્રોલિંગ કરી રહી છે. ત્યારે સોખડા ગામના પાટિયા પાસે આવેલ બાલાજી (પિતૃકૃપા) હોટેલમાં રહેતો ઇસમ ઈંગ્લીશ દારૂ રાખી તેનું વેચાણ કરતો હોવાની બાતમી મળતા એલસીબી ટીમે બાલાજી હોટેલમાં દરોડો કર્યો હતો. જેમાં હોટેલમાંથી ઈંગ્લીશ દારૂની બોટલ નંગ 48 કિંમત રૂ 31,725 મળી આવતા પોલીસે દારૂનો મુદામાલ જપ્ત કર્યો છે અને આરોપી મુકેશ હનુમાનરામ બેરડને ઝડપી લઈને વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...