આરોપી પોલીસ સકંજામાં:મોરબીમાં સગીરાના અપહરણ ગુનામાં સંડોવાયેલો ઇસમ ઝડપાયો; પોલીસે કાર્યવાહી હાથ ધરી

મોરબી18 દિવસ પહેલા
  • કૉપી લિંક

માળિયા પંથકમાંથી સગીરાનું અપહરણ કરવાના ગુનામાં સંડોવાયેલો ઇસમ સુરેન્દ્રનગર જીલ્લાના લીંબડી ખાતે હોવાની બાતમી મળતા સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટરની ટીમે આરોપીને ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

વણ શોધાયેલ ગુનાઓ શોધી કાઢવા સીપીઆઈ મોરબીની ટીમ કાર્યરત
મોરબી જીલ્લા પોલીસવડા રાહુલ ત્રિપાઠીના માર્ગદર્શન હેઠળ જીલ્લામાં વણ શોધાયેલ ગુનાઓ શોધી કાઢવા સીપીઆઈ મોરબીની ટીમ કાર્યરત હોય, દરમિયાન માળિયા પોલીસ મથકમાં અપહરણના ગુનામાં આરોપી અને ભોગ બનનાર બંને સુરેન્દ્રનગરના લીંબડી ખાતે હોવાની બાતમી મળતા સીપીઆઈ ટીમ લીંબડી ખાતે રવાના કરી હતી. જ્યાંથી આરોપી જયંતી બાબુ સોલંકી રહે કમલપુર, તા. પાટડી સુરેન્દ્રનગર વાળો અને ભોગ બનનાર મળી આવતા આરોપીને ઝડપી લઈને માળિયા પોલીસ મથકમાં સોપવાની તજવીજ હાથ ધરી છે. જે કામગીરીમાં સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર એન.એ. વસાવા સહિતની ટીમ જોડાયેલી હતી.

અન્ય સમાચારો પણ છે...