ખનીજ માફિયા પર પોલીસનો સકંજો:હળવદમાં ખનીજ ખનનના ગુનામાં સંડોવાયેલ ઇસમ ઝડપાયો; 13 માસથી ખનીજ ખનનના ગુનામાં સંડોવાયેલો હતો આરોપી

મોરબી21 દિવસ પહેલા
  • કૉપી લિંક

મોરબી જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી ખનીજ ખનનના ગુના બની રહ્યાં છે. અને ખનીજ માફિયાઓમાં જાણે કે પોલીસનો ભય ના હોય તેમ આરોપીઓ ગુના કરતાં જઈ રહ્યાં છે.જેને લઈને પોલીસ સજ્જ થતાં મોરબીમાં નાસતા ફરતા ખનીજ ખનનના આરોપીને ઝડપી લેવા પેરોલ ફર્લો સ્કવોડ ટીમ કાર્યરત હોય તે દરમિયાન હળવદ પોલીસ મથકમાં એ પાર્ટ ગુનામાં સંડોવાયેલ આરોપી રાજુ મંગલીયા બબેરીયા (ઉ.વ.30) MPનો રહેવાસી પીપળીયા ચાર રસ્તા ખાતે હોવાની બાતમી મળતા ટીમે સ્થળ પર તપાસ કરતા આરોપી રાજુ મંગલીયાને પોલીસે ઝડપી લીધો હતો. અને હળવદ પોલીસ મથકમાં સોપવામાં આવ્યો છે. જે આરોપી 13 માસથી ખનીજ ખનન, વહન અને ફરજમાં રૂકાવટના ગુનામાં નાસતો ફરતો હતો. જેને ઝડપી લેવામાં ટીમને સફળતા મળી છે.

અન્ય સમાચારો પણ છે...