રખડતા પશુઓનો ત્રાસ:મોરબીમાં ખૂંટિયાના ત્રાસથી મુક્તિ અપાવવા રજૂઆત

મોરબીએક મહિનો પહેલા
  • કૉપી લિંક

મોરબી નગરપાલિકા દ્વારા શહેરમાં રખડતા પશુઓ પકડવાની કામગીરી શરૂ કરાઇ છે તેમ છતાં શહેરના અનેક મુખ્ય રસ્તાઓ તથા સોસાયટી વિસ્તારમાં આખલાઓનો ત્રાસ અસહ્ય છે વારંવાર યુદ્ધ ચડતા આંખલાઓથી વાહનો તથા માણસોને ભારે નુકસાન થાય છે ત્યારે ગોકુલનગર વિસ્તારમાં આખલાઓથી મુક્તિ અપાવવા નગરપાલિકામાં લેખિત રજૂઆત કરવામાં આવી છે.

મોરબીના શનાળા બાયપાસ નજીક લાયન્સનગર વિસ્તારમાં રહેતા સામાજિક કાર્યકર અબ્દુલભાઈ બુખારીએ રજૂઆત કરી છે કે આ વિસ્તારમાં આખલાઓને ખુબ ત્રાસ છે વારંવાર આખલા યુદ્ધ થાય છે આજે સવારે પણ બે આંખલાઓ યુધ્ધે ચડતા નાના-મોટા ચાર વાહનોને નુકસાન થયું હતું.

આ સમસ્યાના કારણે રાહદારીઓ તથા લતાવાસીઓમાં ભયનું વાતાવરણ છે તેમજ આ વિસ્તારમાં નાના વર્ગના લોકો રહેતા હોવાથી હાથલારી કેબીન અને ઓટો રીક્ષાને પણ નુકસાન થતાં રોજગારી પર તકલીફ ઊભી થાય છે ત્યારે તાકીદે આખલાઓને પકડીને પાંજરાપોળ માં મુકવાની માંગ કરવામાં આવી હતી

અન્ય સમાચારો પણ છે...