ભાસ્કર ન્યૂઝ| મોરબીના સામાં કાંઠા વિસ્તારમાં લોકો માટે હવે ફરીથી રાજકોટ જવા માટે ઇન્ટરસિટી બસ શરૂ કરવામાં આવી છે.કોરોના કાળમાં બંધ કરાયેલી આ સેવાને ફરી ચાલુ કરતા લોકોને રાહત થઈ છે. મહારાણા પ્રતાપ સર્કલથી હવે લોકોને દરરોજ ત્રણ વખત સીધા જ રાજકોટ જવાની સુવિધાનો લાભ મળશે, જેથી મુસાફરોનો સમય, શક્તિ અને ખર્ચ બચી જશે અને જેમને નજીક પડે છે તે સ્થળ પરથી જ એસટી બસ મળી રહેશે. મોરબી રાજકોટ પાટે મોટાભાગની ઇન્ટરસીટી એસટી બસ વાંકાનેર ડેપોની દોડે છે. અગાઉ વાંકાનેર એસટી ડેપો દ્વારા મોરબીના સામાકાંઠે મહારાણા પ્રતાપ સર્કલથી સુધા જ રાજકોટ જવા માટે ઇન્ટરસિટી બસ શરૂ કરાયા બાદ કોરોનાનું ગ્રહણ નડતા આ સેવા બે વર્ષ સુધી બંધ રહી હતી. આથી સામાકાંઠાના લોકોએ એસટી તંત્રને રજૂઆત કરી હતી કે,રાજકોટ જવા માટે સામાંકાંઠે બસ ન આવતી હોવાથી લોકોને રીક્ષા ભાડાં ખર્ચીને શહેરનાં બસ ડેપોમાં આવવું પડે છે. જેમાં સમય અને નાણાં વેડફાય છે. આથી હવેથી મોરબીના સામાકાંઠે મહારાણા પ્રતાપ સર્કલથી દરરોજ સવારે 9, બપોરે 1-30 અને સાંજે 5-30 વાગ્યા રાજકોટ જવા માટે બસ શરૂ કરાઈ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.