• Gujarati News
  • Local
  • Gujarat
  • Morbi
  • Intensive Checking Of Teams From Bhuj, Anjar, Jamnagar And Morbi; Power Theft Of Millions Exposed; The Power System Fined

હળવદમાં 20 ટીમો દ્વારા વીજચેકિંગ:ભુજ, અંજાર, જામનગર અને મોરબીની ટીમોનું સઘન ચેકિંગ; લાખોની વીજચોરીનો ખુલાસો થયો; વીજ તંત્રએ દંડ ફટકાર્યો

મોરબી7 દિવસ પહેલા
  • કૉપી લિંક

મોરબી વર્તુળ કચેરી દ્વારા વીજ ચેકિંગ કામગીરી અર્થે જામનગર, ભુજ, અંજાર અને મોરબી જીલ્લાની કુલ 20 ટીમો બનાવી હળવદ વિભાગીય કચેરી હેઠળના મુળી તાલુકાના જુદા જુદા ગ્રામ્ય વિસ્તારમાં આવેલ ખેતીવાડી કનેક્શન અને રહેણાંક કનેક્શન ચેક કરવામાં આવતા કુલ 21 સ્થળેથી 11.65 લાખની વીજચોરી ઝડપાઈ છે.

પીજીવીસીએલ ટીમે કુલ 20 ટીમો બનાવી તાલુકાના વિવિધ સ્થળોએ ચેકિંગ હાથ ધર્યું હતું. જેમાં ખેતીવાડીના 75 કનેક્શન ચેક કરતા 15માં 9.20 લાખની ગેરરીતી ઝડપાઈ હતી. તો રહેણાંકના 36 કનેક્શન ચેક કરતા 6 રહેણાંક કનેક્શનમાં 2.45 લાખની વીજચોરી ઝડપાઈ હતી. આમ કુલ 21 વીજ કનેક્શનમાં ગેરરીતી માલૂમ પડતા 11.65 લાખનું વીજ બીલ ફટકારવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...