તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
મોરબી જિલ્લામાં કોરોનાનું સંક્રમણ ખૂબ તેજ ગતિ આગળ વધી રહ્યું છે. સરકારી આંકડા ભલે 20-22કેસના દાવા કરતું હોય પણ દૈનિક 1000 કરતા વધુ કેસ સામે આવી રહ્યા છે. તંત્ર પણ સબ સલામતના દાવા વચ્ચે પણ ગંભીરતા સમજી રહ્યું હોય એકશન મોડમાં આવી રહ્યું છે. જિલ્લા કલેક્ટર દ્વારા અલગ અલગ વિભાગના અધિકારીઓ અને અલગ અલગ એસોશિએશન સાથે તાબડતોબ બેઠક યોજી કોરોના પર નિયંત્રણ લાદવા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.
જિલ્લા કલેક્ટર આરોગ્ય વિભાગના અધિકારી સાથે યોજેલી બેઠકમાં કોરોનાના દૈનિક ટેસ્ટની સંખ્યા વધારવા સૂચના આપી છે આ ઉપરાંત તમામ તાલુકામાં અગાઉ જે પ્રમાણે કોવિડ સેન્ટર અને હોસ્પિટલ કાર્યરત હતા તેમ વહેલી તકે કોવિડ સેન્ટર અને હોસ્પિટલ શરૂ કરવા સુચના આપવામાં આવી છે. આ ઉપરાંત જિલ્લામાં પોલીસને પણ બિન જરૂરી ભીડ થતી અટકાવવા માસ્ક વિના ફરતા લોકો વિરુદ્ધ કડક હાથે દંડ ફટકારવા સૂચના આપવામાં આવી હતી.
1586 લોકોના ટેસ્ટ કર્યા, 26 દર્દી પોઝિટિવ
ગુરુવારે કુલ 1586 દર્દીના કોરોના ટેસ્ટ કરતા 26 કેસ પોઝિટિવ જાહેર કર્યા હતા. જેમાંથી 10 મોરબી શહેર, 6 ગ્રામ્ય, વાંકાનેર શહેરમાં 4 અને ગ્રામ્ય 2, હળવદ શહેર ગ્રામ્યના 1-1 કેસ આવ્યા હતા. તો માળીયા અને ટંકારામાં પણ એક એક કેસ જ જાહેર કરતા તંત્ર આંકડા છુપાવી રહ્યું હોવાનું સાબિત થઈ રહ્યું છે. બીજી તરફ 13 દર્દી સ્વસ્થ જાહેર કર્યા છે.જિલ્લામાં કોરોનાની ઓલ અવર સ્થિતિ જોઇએ તો કુલ 191206 લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા.
ઘૂંટું ખાતેનું કોવિડ સેન્ટર શરૂ
મોરબી શહેર અને આસપાસના વિસ્તારોમાં કોરોના પોઝિટિવ દર્દીઓમાં સામાન્ય લક્ષણ ધરાવતા લોકો માટે ઘુટું પોલીટેક્નિક કોલેજ ખાતે કોવિડ સેન્ટર અગાઉ નક્કી કરવામાં આવ્યું હતું જોકે કેસ.નહિવત થઈ જતા તે બંધ કરી દેવામાં આવ્યું હતું. જિલ્લામાં ફરી કેસ તેજ ગતિએ વધતા ઘુટૂ પોલીટેક્નિક કોલેજ ખાતે કોવિડ સેન્ટર શરૂ કર્યું છે.
મોરબી જિલ્લામાં કલમ 144 લાગુ કરાઇ
કોરોના પરિસ્થિતી ધ્યાને લેતા મહામારીનું સંક્રમણ અટકાવવા માટે મોરબી જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ કેતન જોષીએ સમગ્ર જિલ્લામાં 30 એપ્રિલ 2021 સુધી કલમ 144 લાગુ કરી દીધી છે અને સક્ષમ અધિકારીની મંજુરી વિના જાહેર સ્થળોએ અનઅધિકૃત રીતે/ગેરકાયદેસર રીતે ચાર કરતા વધુ વ્યકિતઓએ એકત્રિત થવા પર કે કોઇ સભા ભરવા પર કે સરધસ કાઢવા ઉપર પ્રતિબંઘ ફરમાવવી છે.
પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.