પ્રિ-મોન્સુન:મોરબીમાં કાચા મકાનોના સરવેનું કામ અઠવાડિયામાં પૂર્ણ કરવા સૂચના

મોરબી3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • મોરબીમાં ચોમાસા પૂર્વે પ્રી-મોન્સૂન કામગીરી અંગે જિલ્લા કલેક્ટરે સમીક્ષા કરી
  • પાલિકા,આરોગ્ય,પીજીવીસીએલ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમને જરૂરી સૂચના અપાઈ

આગામી વર્ષાઋતુમાં મોરબી જિલ્લામાં કુદરતી આપત્તી જેવી કે ભારે વરસાદ, વાવાઝોડુ જેવી પરિસ્થિતિને પહોંચી વળવા માટે પ્રિ-મોન્સુન કામગીરીની સમીક્ષા જિલ્લા કલેક્ટર જે.બી. પટેલના અધ્યક્ષસ્થાને બેઠકમાં યોજવામાં આવી હતી. આ બેઠકમાં વિવિધ વિભાગોના અધિકારીઓએ હાજરી આપી પ્રિ-મોન્સુન કામગીરી અંગે પોતાના વિભાગો દ્વારા કરવામાં આવનાર કામગીરી અંગે માહિતી આપી હતી. આગામી વર્ષાઋતુની સિઝનમાં કોઇપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે સંબંધિત વિભાગના અધિકારીઓ સાથે કામગીરી અંગે ચર્ચા વિચારણા હાથ ધરીને વિવિધ સુચનો કર્યા હતા.આગામી દિવસોમાં ચોમાસાની શરૂઆત થવાની છે ત્યારે મોરબી જિલ્લાના માર્ગ અને મકાન વિભાગ, આરોગ્ય વિભાગ, એસટી, વિજળી, પાણીપુરવઠા તેમજ પોલીસ, સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ સહિતના વિભાગો દ્વારા આગામી ચોમાસાને લઇને ખાસ કન્ટ્રોલરૂમ ચાલું કરવા, હોસ્પિટલમાં દવાઓનો જથ્થો રાખવા, બ્લડ ડોનરનું લીસ્ટ તૈયાર રાખવા, રેઇન ગેજ ચેક કરી લેવા, પાણી ભરાવાની સમસ્યા છે તેવા વોકળા, નાળાની સાફ-સફાઇ કરવા, રોડ પરના સાઇન બોર્ડ ચેક કરવા, કાચા મકાનોનું સર્વે કરવા, તરવૈયાઓની યાદી કરવી, રેસ્ક્યુ ટીમની તૈયારી રાખવી, રેસ્ક્યુના સાધનો ચેક કરી લેવા, આશ્રય સ્થાનોની મુલાકાત લેવા જેવા સુચનો કરીને કામગીરીને એક અઠવાડીયામાં પૂર્ણ કરવા અધિકારીઓને સુચના અપાઇ હતી.હાલમાં કોરોના વચ્ચે રાહત બચાવની કામગીરી કરવામાં પણ માસ્ક, સેનેટાઇઝીંગ અને સોશ્યિલ ડિસ્ટન્સની કાળજી લેવા પણ તમામ અધિકારીઓને સુચના અપાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...