અનોખી પહેલ:મોરબીમાં વૃદ્ધાશ્રમની માતાઓને સાડીની ભેટ આપી મધર્સ ડેની પ્રેરણાદાયી ઉજવણી

મોરબી11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • યંગ ઇન્ડિયા ગ્રૂપનું સરાહનીય કદમ, જીવન જરૂરી વસ્તુ આપી માતૃવંદના કરાઇ

મોરબીનું સેવાભાવી એવું યંગ ઇન્ડિયા ગ્રુપ દરેક તહેવારો અલગ અલગ રીતે ઉજવી અનોખી પહેલ કરતું હોય છે. ત્યારે રવિવારે મધર્સ ડેની પણ વિશિષ્ટ ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ગ્રુપના સભ્યોએ વૃદ્ધાશ્રમની માતાઓને સાડી તેમજ અન્ય વસ્તુઓ અર્પણ કરી આશિર્વાદ મેળવ્યા હતા, આ ઉપરાંત માતાઓને જે અન્ય ચીજવસ્તુની જરૂર હતી એ પણ આપીને માતૃવંદના કરવામાં આવી હતી.

યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા દરેક તહેવારો અલગ રીતે ઉજવવાની નવી પરંપરા શરૂ કરવામાં આવી છે અને સામાજિક ચેતના જાગૃત કરતા કાર્યક્રમો કરી અનોખી પહેલ કરવા આ ગ્રુપના કાર્યકરો હંમેશા કટિબદ્ધ હોય છે. ત્યારે રવિવારે મધર્સ ડે નિમિતે યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા વિશિષ્ટ ઉજવણી કરવામાં આવી હતી.

માતૃશક્તિનું ઋણ ચુકવાના, માતા પ્રત્યે વાત્સલ્ય દર્શાવવાના અવસર નિમિતે મોરબી ખાતે આવેલા વૃદ્ધાશ્રમમાં રહેતી માતાઓને સાડીના સેટ અને અન્ય જીવન જરૂરિયાત વસ્તુઓ અર્પણ કરી તેમના પ્રત્યે પ્રેમ અને આદર વ્યક્ત કરી માતૃવંદના કરી અનેરો આનંદ અને આશિર્વદ મેળવી ધન્યતાની અનુભૂતિ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...