• Gujarati News
  • Local
  • Gujarat
  • Morbi
  • Injustice In The Second Consecutive Term In Giving Tickets To Women In Seven Assembly Seats Of Morbi And Rajkot Districts

અન્યાય:મોરબી અને રાજકોટ જિલ્લાની વિધાનસભાની સાત બેઠકમાં મહિલાને ટિકિટ આપવામાં સતત બીજી ટર્મમાં પણ અન્યાય

મોરબી17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મોરબી માળિયા બેઠક માટે તો એકેય વખત મહિલાને તક અપાઇ નથી, ટંકારામાં કોંગ્રેસે એકવાર, વાંકાનેરમાં ભાજપે બે વાર સીટ આપી

ગુજરાતની 182 વિધાનસભાની સીટ માટેની ચૂંટણી જાહેર થયા બાદ હવે રાજકીય પક્ષો દ્વારા એક પછી એક તેમના ઉમેદવારોને જાહેર કરવામાં આવી રહ્યા છે.સ્ત્રી સશક્તિકરણની વાતો કરતા રાજકીય પક્ષોએ આ વખતે પણ મર્યાદિત સંખ્યામાં જ અને ખાસ કરીને શહેરી વિસ્તારમાં જ મહિલાઓને ટિકિટ આપી છે. ત્યારે અત્યાર સુધીની ચૂંટણીની તવારીખ જોઇએ તો 1962થી લઇ અત્યાર સુધીમાં મોરબી જિલ્લાની ત્રણ બેઠક માટે માત્ર ત્રણ જ વાર મહિલા પર પસંદગી ઉતારવામાં આવી છે અને તે પણ ટંકારા અને વાંકાનેર બેઠક માટે. મોરબી માળિયા બેઠક પર પુરુષોનું જ કાયમ વર્ચસ્વ રહ્યું છે.

મોરબી જિલ્લાની હાલની ચૂંટણીની વાત કરીએ તો ત્રણ વિધાનસભા સીટમાંથી ભારતીય જનતા પાર્ટી દ્વારા એક પણ મહિલાને ટિકિટ આપવામાં આવી નથી. બીજી તરફ કોંગ્રેસ દ્વારા પણ બે બેઠકની ટિકિટ ફાળવણી થઈ છે, તેમાં પણ એક પણ મહિલાને ટિકિટ આપવામાં આવી નથી. જ્યારે મોરબીમાં પણ વર્તમાન માહોલમાં મહિલાને ટિકિટ મળે તેની શક્યતાઓ નહીંવત જોવામાં આવી રહી છે. મહિલા શક્તિ કરણની વાતો વચ્ચે મોરબી માળિયા બેઠકમાં 1962 થી લઈ આજ દિન સુધી એક પણ મહિલાને ટિકિટ આપવામાં આવી નથી.મોરબી વિધાનસભા બેઠક જાહેર થઈ ત્યારથી આજ દિન સુધી એક પણ મહિલાને ટિકિટ મળી નથી.

વાંકાનેરમાં અત્યાર સુધીમાં બે જ વખત મહિલાને ટિકિટ આપવામાં આવી હતી .2002 માં ભાજપે મહિલા ઉમેદવાર તરીકે જીતુ સોમાણીના પત્ની જ્યોત્સનાબેનને વિજેતા જાહેર કર્યા હતા અને તેઓ મોહમ્મદ પીરજાદાને હરાવીને 9621મતની લીડ સાથે વિજેતા બન્યા હતા.તો ૨૦૧૨માં મહિલા ઉમેદવાર તરીકે ભાજપે ફરી જ્યોત્સનાબેન ટિકિટ આપી હતી જેમાં તેઓની મોહમ્મદ પીરજાદા સામે 5311 મતથી હાર થઇ હતી.

બીજી તરફ ટંકારા વિધાનસભા બેઠકની વાત કરીએ તો અહીં માત્ર એક જ વખત મહિલાને ટિકિટ આપવામાં આવી હતી જેમાં મહિલા ઉમેદવારની હાર થઇ હતી. ૧૯૬૭માં કોંગ્રેસના વી. જે. શાહ નામના મહિલાને ટિકિટ આપી હતી અને તેઓ એમ.આર. રાણપુરાને હરાવી ૨૮૯૫ મતથી વિજેતા જાહેર થયા હતા.

ચૂંટણી ચિત્ર - ગોંડલના ગીતાબાને બાદ કરતાં જિલ્લામાં કોઇ મહિલાની પસંદગી નહીં
રાજકોટ જિલ્લાની વિધાનસભાની ચાર બેઠક ગોંડલ, જેતપુર, ધોરાજી અને જસદણમાં પણ મહિલાઓને ટિકિટ આપવાની બાબતમાં ભાજપ કે કોંગ્રેસ મોવડી મંડળે કંઇ વધારે ઉત્સાહ બતાવ્યો નથી અને અત્યાર સુધીમાં જસદણ તેમજ ધોરાજી વિધાનસભાની ચૂંટણીમાં એકેયવાર નહીં, જેતપુરમાં એક વાર અને ગોંડલમાં બે વાર મહિલાઓ પર પસંદગીનો કળશ મૂકાયો છે. જેમાં એકવાર કોંગ્રેસ અને બે વાર ભાજપે પસંદગીનો કળશ મૂક્યો છે.

જસદણ - બેઠકમાં આજદિન સુધી કુલ 15 વખત યોજાયેલી ચૂંટણીમાં એક જ વાર 2009 ની પેટા ચૂંટણીમાં કોંગ્રેસે મહિલા ઉમેદવાર ભાવનાબેન કુંવરજીભાઈ બાવળીયાને ઉમેદવાર તરીકે તક અપાઈ હતી. જો કે તેઓ ભાજપના ઉમેદવાર ડો.ભરત બોઘરા સામે 14,774 મતે હાર્યા હતા. જસદણ બેઠક પર મહિલા ઉમેદવાર તરીકે એટલા માટે તક આપવામાં આવી હતી કે, 2009 ની પેટા ચૂંટણીમાં જસદણના કોંગી ધારાસભ્ય કુંવરજીભાઈ મોહનભાઈ બાવળીયા રાજકોટ બેઠક ઉપર લોકસભામાં વિજેતા થતા જસદણના ધારાસભ્ય પદેથી રાજીનામુ આપતા 2009ની પેટા ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષ દ્વારા મહિલા ઉમેદવાર તરીકે ભાવનાબેનને તક આપવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...