તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુર્ઘટના:મોરબી પાસે ફેક્ટરીમાંં શ્રમિકને ઇજા થતાં મોત

મોરબી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એરકમ્પ્રેશરથી ગળા, માથામાં ઇજા

મોરબી વાંકાનેર હાઇવે નજીક આવેલા જુના જાબુંડિયા ગામ પાછળની એક સિરામીક ફેકટરીમાં કામ કરતા શ્રમિકને એર કંમ્પ્રેસરથી ગળા અને માથાના ભાગે ઇજા પહોંચતા ઓપરેટરનું મોત નીપજ્યું હતું.બનાવ અંગે તાલુકા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. સિરામિક યુનિટમા સેક્ટીના સાધનોની અપુરતી સુવિધાને લીધે આવા અકસ્માતો બનતા રહે છે. પરંતુ ચેકિંગના અભાવે ફેક્ટરીના માલિકો આવા ઇન્વેસ્ટમેન્ટ ન કરીને કામદારોની જિંદગી સામે પ્રશ્નાર્થ ખડો કરી દેતાં પણ અચકાતા નથી.

આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર મૂળ બિહારના વતની અને હાલ મોરબીના જૂના જાબુંડિયા પાછળ આવેલ વિનટોપ વિકટ્રીફાઈડ સિરામીક ફેકટરીમાં ઓપરેટર તરીકે કામ કરતા અરબિન્દકુમાર દીનદયાળસિહ (ઉ.વ.૩૦) નામનો યુવાન મોરબી જુના જાબુંડિયા વિન્ટોપ સીરામીક ફેકટરીમાં કામ કરતો હતો.

આ સીરામીક ફેકટરીમાં ડી.જી રૂમમા ઓપરેટર તરીકે કામ કરતી વખતે રાત્રીના અઢી વાગ્યાથી સાત વાગ્યા દરમ્યાન આ ડી.જી રૂમમા આવેલ એરપ્રેસરના કંમ્પ્રેસરના લીધે કોઇ રીતે નાનકડો અકસ્માત થતા તેને મોઢા તથા ગળાના ભાગે ગંભીર ઇજા થતા તને સારવારમાં_ લઇ જવાયો હતો પરંતુ તેનું મોત નીપજ્યું હતું. આ બનાવની મોરબી તાલુકા પોલીસે નોંધ કરીને તપાસ તાલુકા પી.એસ.આઇ. વી.કે.કોઠીયા ચલાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...