• Gujarati News
  • Local
  • Gujarat
  • Morbi
  • Industrialists And Villagers Rallied And Applied To The Collector For Immediate Repair Of Morbi's Bismar Jetpar Pipli Road.

તંત્રને જગાડવાનો પ્રયાસ:મોરબીના બિસ્માર જેતપર-પીપળી રોડનું તાત્કાલિક રીપેરીંગ કરવા ઉદ્યોગકારો અને ગ્રામજનોએ રેલી યોજી કલેકટરને આવેદન આપ્યું

મોરબી3 મહિનો પહેલા
  • રોડનું તાત્કાલિક રીપેરીંગ કરાવવા લોકોની માંગ

મોરબીના જેતપર પીપળી રોડના હાલ બેહાલ જોવા મળે છે અને ચોમાસાની ઋતુમાં અનેક ખાડા પડી ગયા છે. જેથી કંટાળી ગયેલા આ વિસ્તારના ગ્રામજનો તેમજ ઉદ્યોગપતિઓએ આજે બાઈક-કાર રેલી યોજીને જીલ્લા કલેકટર કચેરી પહોંચ્યા હતા જ્યાં આવેદન પાઠવ્યું હતું.

હજારો લોકો જીવના જોખમે મુસાફરી કરે છે
આવેદનમાં જણાવ્યું છે કે, મોરબી તાલુકાના ઘાટીલા, ખાખરેચી, વેજલપર, કુંભારિયા, અણીયારી, જેતપર, રાપર, શાપર, ચકમપર, જીવાપર, જસમતગઢ, રંગપર, બેલા, પીપળીને જોડતો જેતપર પીપળી રોડ સાવ બિસ્માર હાલતમાં છે. જે રોડ પર નાના મોટા ૩૦૦ સિરામિક કારખાના છે અને પ્રતિદિન હજારો લોકો જીવના જોખમે મુસાફરી કરે છે, જેથી રોડનું તાત્કાલિક રીપેરીંગ કરાવવા માંગ કરવામાં આવી છે. તો ચેમ્બરના પ્રમુખ જયંતીભાઈ પટેલ કહ્યું કે જાહેરાતો કરાય છે, પરંતુ કામ ક્યારે થશે તો ક્લેકટર જે.બી.પટેલે યોગ્ય નિકાલ માટેની ખાતરી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...