તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કૃતજ્ઞતા અભિવ્યક્તિ પર્વ:ભારત-પાક. બોર્ડર પર કૃતજ્ઞતા અભિવ્યક્તિ પર્વની ઉજવણી

મોરબી5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • પીજી પટેલ કોલેજના ઉપક્રમે પર્વની વિશિષ્ટ ઉજવણી

મોરબીની પી.જી.પટેલ કોલેજ સ્ટાફ દ્વારા દિવાળીના પ્રકાશ પર્વની ભારત-પાકિસ્તાન કચ્છ બોર્ડર પર કૃતજ્ઞતા અભિવ્યક્તિ પર્વ તરીકે ઉજવણી કરાઇ હતી. આપણાં દેશના વીર સૈનિકો કે જેઓ દિવાળી જેવા મહાપર્વના દિવસે પણ પોતાના સ્વજનો અને પરિવારથી દૂર રહી ભારત માતાની રક્ષા કાજે દિવસ રાત જોયા વગર પોતાની ફરજ પર અડગ છે.

તેમની આ નિશ્વાર્થ સેવા અને કર્તવ્ય નિષ્ઠાને લીધે જ સમગ્ર દેશવાસીઓ પોતાના પરિવાર સાથે શાંતિપૂર્વક માહોલમાં અને સલામતીપૂર્વક તહેવારોની ઉજવણી કરી શકીએ છીએ. દેશના આ જવાનો અને બીએસએફ પ્રત્યે કૃતજ્ઞતાની અભિવ્યક્તિ કરવાના ભાગ રૂપે દિવાળીના શુભ દિવસે જ કચ્છ સરહદે આવેલ ભારત-પાકિસ્તાન બોર્ડર પર તૈનાત આપણાં સૈનિકોની મુલાકાત લઈ પ્રશસ્તિ પત્ર અર્પણ કરી કૃતજ્ઞતા અભિવ્યક્તિ પર્વની ઉજવણી કરાઇ હતી.

છેલ્લા 3 વર્ષોથી દિવાળીના શુભ દિવસે જ કરછ સરહદે આવેલ ભારત-પાકિસ્તાન બોર્ડર પર તૈનાત આપણાં સૈનિકોની રૂબરૂ મુલાકાત લઈ 1000 કિલો શુદ્ધ ઘી ની મીઠાઈઓનું વિતરણ કરીને આ વિશેષ ઉજવણી કરવામાં આવી રહી છે. કોલેજના વિધાર્થીઓ પણ જોડાય છે.

આ વખતે કોરોનાને લીધે સલામતીના ભાગરૂપે અને સરકારની માર્ગદર્શિકાનું ચુસ્ત પાલન કરવાના હેતુથી મીઠાઈઓનું વિતરણ અને વિધાર્થીઓની મુલાકાત સ્વેચ્છાએ મોકૂફ રાખેલ છે. સંસ્થાના પ્રમુખ દેવકરણભાઈ આદ્રોજાની પ્રેરણા અને સંસ્થાના આચાર્ય ડો. રવિન્દ્ર ભટ્ટ સહિતના જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો