તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મકાન બનાવવું મોંઘુ થશે:વિટ્રીફાઈડ ટાઇલ્સમાં ચોરસ ફૂટે રૂ.3 સુધીનો વધારો, 1 લીથી અમલ

મોરબીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • સિરામિક ઉદ્યોગને મળતા ગેસમાં ગુજરાત ગેસ કંપનીએ ઝીંકેલા ભાવવધારાની અસર: નેનો, ડબલ ચાર્જ, જીવીટી ,પીજીવીટી ટાઇલ્સમાં પ્રતિ ચોરસ ફૂટે ભાવ વધારાનો નિર્ણય

પેટ્રોલ ડિઝલના થયેલા ભાવ વધારા બાદ સિરામિક ઉદ્યોગમાં આવતા કાચા મટીરીયલમાં વધતા તેમજ ઉદ્યોગના ફ્યુઅલ તરીકે વપરાતા ગેસના થયેલા ભાવ વધારને પગલે આગામી દિવસોમાં ટાઇલસના પ્રોડક્શન ખર્ચમાં વધારો થયો છે જેથી તેની અસર ટાઇલ્સમાં થવાની જે ધારણા થઈ રહી હતી તેના પર વિટ્રીફાઇડ ટાઇલ્સ એસોએ મંજૂરીનો મહોર મારી છે અને સિરામીક ક્લસ્ટર મોરબીમાં લાંબા સમય બાદ વિટ્રિફાઇડ ટાઈલ્સના ભાવમાં વધારો કરાયો છે.

ગેસ, કોલસો અને રો-મટિરિયલના ભાવમાં વધારો થતા આગામી 1 સપ્ટેમ્બરથી નેનો, ડબલ ચાર્જ, જીવીટી અને પીજીવીટી ટાઇલ્સના ભાવમાં રૂપિયા 2થી લઈ રૂપિયા ત્રણ સુધીનો પ્રતિ સ્કવેર ફૂટે વધારો કરવા નિર્ણય લેવામાં આવ્યો છે.મોરબી સિરામિક એસોશિએશનની આજે મહત્વપૂર્ણ બેઠક મળી હતી. જેમાં વિટ્રિફાઇડ ટાઇલ્સના તમામ સેગમેન્ટમાં વધારો કરવા સર્વાનુમતે નિર્ણય લેવામાં આવ્યો હોવાનું મોરબી સિરામિક એસોસીએશનના વિટ્રિફાઇડ ટાઇલ્સ પ્રમુખ મુકેશભાઈ કુંડારીયાએ જાહેર કર્યું છે. તેમણે ઉમેર્યું હતું કે, આગામી તા.1 સપ્ટેમ્બરથી ભાવ વધારો અમલી બનશે અને તમામ વેપારીઓ અને ગ્રાહકોને આ ભાવ વધારા અંગેની જાણ પણ કરવામાં આવી છે.

આગામી 1 સપ્ટેમ્બરથી અમલી બનવા જઈ રહેલા આ ભાવ વધારા અંતર્ગત નેનો અને ડબલ ચાર્જ વિટ્રિફાઇડ ટાઈલ્સના ભાવમાં પ્રતિ સ્કવેર ફૂટે રૂપિયા 2, વિટ્રિફાઇડ જીવીટી અને પીજીવીટીમાં 600×600 અને 600×1200માં પ્રતિ સ્કવેર ફૂટે રૂપિયા બે તેમજ જીવીટી-પીજીવીટી 800×800 સાઈઝના ભાવમાં પ્રતિ સ્કવેર ફૂટે રૂપિયા ત્રણનો ભાવ વધારો કરવામાં આવ્યો હોવાનું સત્તાવાર રીતે મોરબી સિરામિક એસોશિએશન દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. કાચામાલના ભાવમાં તથા ગેસના ભાવમાં વધારો થતા આગામી સમયમાં વોલટાઈલ્સ અને સેનેટરીવેર્સ ઉત્પાદનોમાં પણ ભાવ વધારો કરવામાં આવે તેવા સ્પષ્ટ સંકેતો મળી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...