વિરોધ:મોરબીમાં અસુવિધાઓ પ્રશ્ને વિવિધ સ્થળે બેનર લાગ્યા, સફાઈની સુવિધાનો અભાવ

મોરબીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
રજૂઆતો બહેરા કાને અથડાતી હોય લોકોએ વિરોધ માટે નવો અભિગમ અપનાવ્યો. - Divya Bhaskar
રજૂઆતો બહેરા કાને અથડાતી હોય લોકોએ વિરોધ માટે નવો અભિગમ અપનાવ્યો.
  • કરોડોનો ટેક્સ ભરવા છતાં શહેરમાં રોડ

મોરબી શહેરની આસપાસ વિકસેલા ઉદ્યોગને કારણે મોરબીમાં છેલ્લા દાયકામાં ખૂબ મોટી સંખ્યામાં લોકો અન્ય શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાંથી આવી વસવાટ કરે છે.મોરબીના આ ઉદ્યોગ તેમજ અન્ય આડકતરી રીતે મોરબીવાસીઓ વાર્ષિક કરોડો રૂપિયાનો ટેક્સ રાજય અને કેન્દ્ર સરકારમા ભરે છે.

આ સુવિધાઓથી કંટાળી જઈ લોકો હવે ખુલ્લો વિરોધ કરી રહ્યા છે
આ ઉપરાંત હાઉસ ટેક્સ અને વેચાણ ટેક્સ સહિતની અલગ અલગ કરોડો રૂપિયાનો ટેક્સ પાલિકામાં પણ ભરી રહ્યા છે. જો કે કરોડો રૂપિયાનૉ ટેક્સ વસુલ કરતી પાલિકા અને રાજય સરકાર જાણે મોરબીવાસીઓ સાથે અન્યાય કરી રહી હોય તેમ શહેરમાં રોડ રસ્તા, સફાઈ, ભૂગર્ભ ગટર પ્રશ્ન,સ્ટ્રીટ લાઈટ રખડતા ઢોર સ્વાચ્છ પીવાના પાણી સહિતની સુવિધાઓ સંતોષકારક રીતે આપી શકી નથી.સાંકડા રસ્તા અને ઉબળ ખાબળ રસ્તા લોકોની કમર ભાંગી નાખે તેવા છે.આ ઉપરાંત રાત્રીનાં સમયે મોટા ભાગના શહેરમાં સ્ટ્રીટલાઈટ બંધ રહેવાને કારણે અંધકાર છવાઈ રહ્યા છે. શહેરની આ તમામ આ સુવિધાઓથી કંટાળી જઈ લોકો હવે ખુલ્લો વિરોધ કરી રહ્યા છે.મોરબીમાં નવતર વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે. એક તરફ વાવડી રોડ વિસ્તારમાં ઉપવાસ આંદોલન કરવામાં આવ્યું હતું.તો બીજી તરફ શહેરમાં અલગ અલગ વિસ્તારમાં બેનરો લગાવી વિરોધ કરવામાં આવી રહ્યો છે .

મોરબી શહેરનાં મહારાણા પ્રતાપ સર્કલ, નટરાજ ફાટક,નગર દરવાજા ચોક,સીવીલ હોસ્પિટલ ચોક, નવા બસ સ્ટેન્ડ સુપર માર્કેટ સાહિતનાં વિસ્તારમાં બેનર લગાવવામાં આવ્યા છે. કરોડોનો ટેકસ વસુલતી પાલિકા અને સરકાર સુવિધાઓ ક્યારે આપશે,પહેલા પ્રાથમિક સુવિધા આપો પછી નેતાઓનાં પગાર આપો તેવા સૂત્રો લખી વિરોધ કરી તંત્રને જગાડવા પ્રયાસ કર્યો હતો.

પાલિકાનાં શાસકો પ્રજાને સુવિધા આપવામાં નિષ્ફળ
મોરબી શહેરમાં ભારે વરસાદને પગલે ઠેર ઠેર ભરાયેલ પાણી,ઉભરાતી ગટરોને, ભંગાર રોડ રસ્તા સહિતનાં અનેક સમસ્યાઓનૉ લોકો સામનો કરી રહ્યા છે. કોંગ્રેસ શાસિત પાલિકા સદંતર નિષફળ છે.લોકોની પીડાથી કોઈ ખબર નથી પાણી નિકાલ માટે અને સમસ્યા નિવારણ માટે અનસન પર ઉતરવો પડે તે શરમજનક બાબત છે.શહેરમાં વરસાદ થાય તો પાણી ભરાય પણ તેનો નિકાલ કરવાની જવાબદારી પાલિકાની છે.મોરબીવાસીઓએ ખોબલે ખોબલે  કે તેમની સમસ્યાઓનું નિરાંકરણ લાવવું જોઈએ.જોકે સ્થિતિ એ છે કે લોકોની સમસ્યા સાંભળનાર કોઈ નથી.લોકોની સમસ્યાનું વહેલી તકે નિરાકરણ લાવવું જરુંરી છે. - જયરાજ સિંહ જાડેજા, વોર્ડ 4નાં ભાજપના કાઉન્સિલર

અન્ય સમાચારો પણ છે...