તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિરોધ:વાંકાનેરમાં કોંગ્રેસે ચક્કાજામ કરી ખેડૂત વિરોધી કૃષિ કાયદાની હોળી કરી

વાંકાનેર2 મહિનો પહેલા
 • કૉપી લિંક

કેન્દ્ર સરકારે પસાર કરેલા કૃષિ સંબધિત ત્રણ કાયદાઓનો ખેડૂતો દ્વારા ભારે વિરોધ કરવામાં આવી રહ્યો છે.જેમાં દિલ્હી તથા પંજાબમાં કૃષિ કાયદાઓ પરત ખેંચવાની માંગ સાથે કિસાન આંદોલન વેગ પકડી રહ્યું છે ત્યારે કોંગ્રેસે આ ખેડૂત આંદોલનને ટેકો જાહેર કર્યો છે. આજે વાંકાનેરમાં કોંગ્રેસ દ્વારા કૃષિ કાયદાઓના વિરોધમાં ચક્કાજામ કરીને કૃષિ કાયદાની હોળી કરવામાં આવી હતી.

વાંકાનેર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે વાંકાનેરના ધારાસભ્ય મહમદ જાવીદ પીરજદાના માર્ગદર્શન હેઠળ કૃષિ કાયદાઓના વિરોધમાં વાંકાનેર ખાતે રસ્તા રોકો આંદોલન કરવામાં આવ્યું હતું અને ખેડૂત વિરોધી કૃષિ કાયદાની હોળી કરવામાં આવી હતી. કેન્દ્ર સરકારના આ ખેડૂત વિરોધી કાયદાનો કોંગ્રેસ દ્વારા ભારે વિરોધ કરવામાં આવ્યો હતો અને આ કૃષિ કાયદો ખેડૂતો માટે નુકસાનકારક હોવાનું જણાવીને સરકાર સમક્ષ આ કૃષિ કાયદાને પરત ખેંચવાની માંગણી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

  વધુ વાંચો