• Gujarati News
  • Local
  • Gujarat
  • Morbi
  • In Uma Township Of Morbi, The Men Shouted Abuses And Beat Them While Asking Them To Remove The Vehicle, A Complaint Was Registered Against Six Persons.

નજીવી બાબતે હુમલો:મોરબીની ઉમા ટાઉનશીપમાં ગાડી હટાવવાનું કહેતાં શખ્સોએ ગાળો બોલી મારામારી કરી, છ ઈસમો વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ

મોરબીએક મહિનો પહેલા
  • કૉપી લિંક

મોરબીની ઉમા ટાઉનશીપમાં નજીવી બાબતે ત્રણ અજાણ્યા સહિત છ ઇસમોએ યુવાન સાથે મારામારી કરી ઈજા પહોંચાડ્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. જે બનાવ મામલે બી ડીવીઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

ગાડી હટાવવાનું કહેતાં બોલાચાલી કરી ગાળો ભાંડી
જેમાં ફરિયાદી રાહુલભાઈ ઉર્ફે મુનો કાંતીલાલ વિડજાએ આરોપી પ્રકાશભાઈ ફુલતરીયા, અમૃતલાલ કુંડારીયા, અમૃતલાલ કુંડારીયાનો દીકરો નિશિત અને 3 અજાણ્યા શખ્સો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે કે હાલ ગણેશોત્સવને પગલે મોરબી-2, ઉમા ટાઉનશીપમાં ઉમિયા માતાજીના મંદિર પાસે ગ્રાઉન્ડના ચોકમાં ભગવાન ગણપતિજીની આરતીનો સમય થતા ગ્રાઉન્ડમાં પાર્ક કરેલા વાહનોને તેઓ હટાવી રહ્યા હતા. એ સમયે પ્રકાશભાઈ ફુલતરીયા અને અમૃતલાલ કુંડારીયાને તેમની ગાડીઓ હટાવડાવી લેવાનું કહેતાં તે બંન્ને ઉશ્કેરાઈ ગયા હતા અને રાહુલભાઈ સાથે બોલાચાલી કરી ગાળો ભાંડી હતી. જ્યારે પ્રકાશભાઈએ તો 'આ ગાડી અહીંથી નહીં હટે તેમ કહી' ઝઘડો કર્યો હતો. પરંતુ આસપાસના રહેવાસીઓએ ત્યારે છોડાવ્યા હતા. એ વખતે પણ પ્રકાશભાઈએ રાહુલભાઈને કહ્યું હતું કે, હવે તું ઝઘડો કરીશ તો તને જાનથી મારી નાખીશું' આ ધમકી મળ્યા બાદ રાહુલભાઈ પોતાના ઘરે જતા રહ્યા હતા.

ત્રણ અજાણ્યા ઈસમો સહિત કુલ છ વિરૂદ્ધ ફરિયાદ
જે બનાવનું મનદુઃખ રાખીને આરોપી નિશિતે સમાધાન માટે બોલાવતા ફરિયાદી રાહુલભાઈ ગયા હતા. ત્યારે ગ્રાઉન્ડ ચોકમાં આરોપી નિશિત સાથે આવેલ અજાણ્યા ત્રણ શખ્શોએ મારામારી કરી એક ઇસમેં છરીનો મૂઠનો ભાગ માથાના ભાગે મારી ઈજા પહોંચાડી હતી. જેના પગલે મોરબી સીટી બી ડીવીઝન પોલીસે ત્રણ અજાણ્યા ઈસમો સહિત કુલ છ વિરૂદ્ધ મારામારીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...