કાર્યવાહી:મોરબીમાં ત્રણ સ્થળે દરોડા, મેચ પર સટ્ટો રમતા 6 શખ્સ પકડાયા

મોરબી12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આરોપીઓ પાસેથી મોબાઈલ સહિત રૂ.97 હજારનો મુદ્દામાલ જપ્ત કરાયો
  • બાળકો અને ​​​​​​​યુવાનો કમાણીના શોર્ટકટ તરફ વળતાં સમાજ માટે લાલબત્તી

મોરબી શહેરના અલગ અલગ વિસ્તારમાં ક્રિકેટ મેચ પર સટ્ટો રમાતો હોવાની બાતમીના આધારે પોલીસે 3 સ્થળે દરોડો પાડ્યો હતો અને સટ્ટો રમતા કુલ 6 લોકોને ઝડપી લીધા હતા. જેમાં પ્રથમ બનાવમાં પંચાસર રોડ પર યસ માર્કેટ સામે ઓનલાઈન એપ્લિકેશન પર સટ્ટો રમતા સોહીલભાઈ દાઉદભાઈ સુમરા, મયુરસિંહ હરપાલસિંહ જાડેજા, ભવ્યરાજસિંહ ગીરીરાજસિંહ જાડેજા, ઈરફાન સલેમાનભાઈ સુમરાને ઝડપી લીધા હતા અને તેની પાસેથી ૫૭ હજાર રોકડ અને મોબાઈલ સહિત રૂ ૬૭ હજારનો મુદામાલ જપ્ત કર્યો હતો.

અન્ય એક બનાવમાં મોરબીના મકરાણી વાસ વિસ્તારમાં આવેલી બ્રાહ્મણ સમાજ વાડી પાસેની શેરીમાં સટ્ટો રમતા હુશૈનભાઈ અલારખાભાઈ શેખ અને આસીફ ઉર્ફે નાનો ભાણો સટ્ટો રમતા પોલીસની ઝપટે ચઢી ગયા હતા પોલીસે બન્ને શખ્સ પાસેથી મોબાઈલ અને રોકડ મળી ૧૪,૬૦૦નો મુદામાલ જપ્ત કર્યો હતો તો ત્રીજા એક બનાવમાં પરા બજાર પાસે મિત મોબાઈલ નામની દુકાન પાસે સટ્ટો રમતા અમિતભાઇ શંકરભાઇ તન્ના,આકાશ ઉર્ફે લાલો સુનિલભાઇ કાથરાણીને ઝડપી લીધા હતા અને તેમની પાસેથી રૂ.૧૦,૦૦૦ મોબાઈલ તથા રોકડા રૂ.૫૪૦૦ મળી કુલ કિ.રૂ.૧૫૪૦૦નો મુદામાલ જપ્ત કર્યો હતો.

મોરબી શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા કેટલાંક વર્ષોથી જુગારની સાથે સાથે અલગ અલગ રમતો અને વસ્તુઓના ભાવ પર સટ્ટો રમવાનું દૂષણ વધી ગયું છે આ દૂષણનો ભોગ મોટી ઉમરના લોકો અને સુખી સંપન્ન લોકોની સાથે સાથે સગીરવયના બાળકો અને ગરીબ પરીવારના યુવાનો બની રહ્યા છે અને વ્યાજના વિષચક્રમાં પરિવારને લઇ જાય છે ત્યારે આવા દુષણ પણ કાર્યવાહી થાય તે જરુરી બન્યું છે.

અન્ય સમાચારો પણ છે...